ગુજરાતની ગાયક કલાકાર કિંજલ દવે કે જે હાલમાં સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનો વિષય બની રહી છે. પાંચ વર્ષ પહેલા કિંજલ દવેની સગાઈ તેના બાળપણના મિત્ર પવન જોશી સાથે કરવામાં આવી હતી. પરંતુ કિંજલ દવેની સગાઈ સાટા પદ્ધતિ દ્વારા કરવામાં આવી હતી.
એટલે કે કિંજલ દવેના ભાઈ આકાશ દવેની સગાઈ પવન જોશી ની બહેન જાગૃતિ સાથે કરવામાં આવી હતી. સમાચારોના માધ્યમથી જાણવા મળ્યું કે પવન જોશી ની બહેન જાગૃતિએ કોઈ અન્ય સાથે કોર્ટ મેરેજ કરી લીધા છે. આથી કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ પણ તૂટી ગઈ છે.
એવામાં હાલમાં કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં પવન જોશી ની બહેન જાગૃતિ કે જે કિંજલ દવે અને આકાશ દવે સાથે જોવા મળે છે. થોડા દિવસો પહેલા કિંજલ દવે અને પવન જોશીની સાથે આકાશ દવે અને જાગૃતિ ઉદયપુરમાં ફરવા ગયા હતા અને ત્યાંથી પણ સોશિયલ મીડિયા ઉપર આકાશ અને જાગૃતિની ઘણી બધી તસવીરો સામે આવી હતી.
કિંજલ દવે અને જાગૃતિનું ખાસ એવું બોર્ડિંગ જોવા મળતું હતું. પરંતુ જાગૃતિના એક નિર્ણયના કારણે બંને પરિવારોમાં દુઃખના વાદળો છવાઈ ચૂક્યા છે. જાગૃતિના જન્મદિવસ નિમિત્તે પણ આકાશ દવે તેની સાથે હતો અને બંને એકબીજાને કેક ખવડાવી રહ્યા હતા જેની કેટલીક તસ્વીરો પણ સામે આવેલી જોવા મળે છે. આમ કિંજલ દવેની સગાઈ તૂટી જતા ચાહક વર્ગમાં પણ દુઃખના વાદળ છવાયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!