સુરત ના આ 7-વર્ષ ના છોકરા એ એવું કામ કર્યું કે ચારેકોર થવા લાગી વાહ વાહ. જાણો એવું શું કર્યું?
14 જાન્યુઆરીના રોજ આખા ભારતમાં મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને આપણા ગુજરાતમાં મકરસંક્રાંતિનું અનેરૂ મહત્વ હોય છે. સવારથી જ લોકો ધાબા ઉપર ચડી જતા હોય છે. પતંગની સાથે ચીકી નો આનંદ માણતા હોય છે. મકરસંક્રાંતિ ના દિવસ ઉપર લોકો ને ખુબ મોજ આવતી હોય છે. પરંતુ પક્ષીઓ માટે આ મોજ સજા બની જતી હોય છે. ઘણા બધા પક્ષીઓ પતંગની દોરીઓથી પોતાના જીવ ગુમાવતા હોય છે.
પતંગની દોરીઓમાં ફસાઈ જવાને કારણે આખરે પક્ષીઓ મૃત્યુને ભેટતા હોય છે. મકરસંક્રાંતિના દિવસ પહેલા સમાચારો અને અમુક એવા લોકો દ્વારા આ બાબતે જાગૃતિ ફેલાવવામાં આવતી હોય છે કે પક્ષીઓનું ખાસ ધ્યાન રાખવામાં આવે છતાં પણ પક્ષીઓ મોતને ભેટતા હોય છે. પક્ષીઓની સાથો સાથ મનુષ્યને પણ ઘણી બધી ઈજા ઓ થતી હોય છે.
પરંતુ મકરસંક્રાંતિના દિવસ બાદ સુરતમાં રહેતા સાત વર્ષના છોકરા અથર્વ કાપડિયા કે જે હાલમાં સોશિયલ મીડિયા ઉપર છવાયેલો જોવા મળે છે. અથર્વ કાપડિયા નામના છોકરાએ એવું કર્યું કે મકરસંક્રાંતિના દિવસ બાદ પોતાની અગાસી ઉપર અને પોતાની શેરીઓમાં આટો મારીને પતંગની દોરીઓ કે જે આમતેમ નાખી દીધેલી હોય તેને ભેગી કરી. કારણકે પતંગની દોરીઓમાં પક્ષીઓ ભરાઈ જવાને કારણે પક્ષીઓ મોતને ભેટતા હોય છે.
આથી અથર્વ કાપડિયા નામના છોકરાએ સોસાયટીમાં અને રોડ રસ્તા ઉપર આંટો મારીને પતંગની દોરીઓને ભેગી કરીને તેનો ગૂંચવાડો ભેગો કરીને તેનો નિકાલ કર્યો હતો. આ બાબત સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ચર્ચા નો વિષય બની રહી છે. લોકો આ સાત વર્ષના છોકરાના ખૂબ વખાણ કરી રહ્યા છે અને આ એક પ્રેરણાદાયી કામ આ છોકરાએ કરેલું જોવા મળે છે. આ છોકરાએ જે કામ કર્યું તેને લોકો સરાહનીય બાબત ગણાવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!