નફીસા ના મૃત્યુ બાદ નફીસા નો પરિવાર નફીસા ના ફોટો અને વિડીયો જોઈ ને…
ગુજરાત માં વડોદરા શહેર માં રહેતી યુવતી નફીસા એ 20 જૂન ના રોજ આપઘાત કરી લીધો હતો. આ બાદ તેનો એક વિડીયો સામે આવ્યો હતો. જેમાં તે અમદાવાદ ના રિવર ફ્રન્ટ પર આપઘાત કરવાની કોશિશ કરતા સમયે વિડીયો બનાવ્યો હતો. નફીસા એ આપઘાત કરી લીધા બાદ નફીસા ના પરિવાર ના ભાઈ, બહેન પાસે હવે માત્ર નફીસા ની સોશિયલ મીડિયા માં પોસ્ટ ક્રરેલ ફોટા અને વિડીયો માત્ર યાદો સ્વરૂપે જ રહી ગયા છે.
ઘટના માં નફીસા નામની યુવતી એ 20 જૂન ના રોજ વડોદરા શહેર ના તાંદલજ વિસ્તાર માં નૂરજહાં પાર્ક માં ગળાફાંસો ખાઈ ને જીવન ટૂંકાવી લીધું હતું. વધુ વિગતે જાણવા મળ્યું હતું કે, નફીસા અમદાવાદ ના દાણલીમડા વિસ્તાર માં રહેતા રમીઝ શેખ ને પ્રેમ કરતી હતી. રમીઝ શેખે તેને પ્રેમ માં ફસાવી અને ત્યારબાદ સંબંધો તોડી નાખ્યા હતા.
આ બાબતે નફીસા એ ડિપ્રેશન માં આવીને આપઘાત કરી લીધો હતો. આ અગાઉ પણ નફીસા અમદાવાદ ના રિવરફ્રન્ટ પર આપઘાત કરવા માટે ગઈ હતી. અને ત્યારે તેણે ત્યાં એક વિડીયો પણ બનાવ્યો હતો. જેમાં તેણે પોતાના દુઃખ ની વાત રજૂ કરી હતી. હવે નફીસા ના ચાલ્યા ગયા બાદ નફીસા ના પરિવાર પાસે નફીસા ની માત્ર યાદો ફોટા અને વિડીયો માં રહી ગઈ છે.
પોલીસે આ ઘટના માં રરમીઝ શેખ ની ધરપકડ કરી લીધી છે. હવે કોર્ટ ક્યારે રમીઝ શેખ ને સજ કરે તે જોવાનું રહ્યું. સોશિયલ મીડિયા માં નફીસા એ શેર ક્રરેલા ફોટા અને વિડીયો તેના ભાઈ, બહેન માટે યાદ બની ગયા છે. નફીસા ના વિડીયો માં તેને રમીઝ શેખે તેને દગો આપ્યો તેમ પણ તેણે જણાવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!