કિંજલ દવે ની સગાઇ તૂટ્યા બાદ ટીકટોક સ્ટાર કીર્તિ પટેલે કહ્યું આવું કે તેને પહેલા થી જ ખબર હતી કે, જુઓ વિડીયો.
હાલમાં સોશિયલ મીડિયા ઉપર ગુજરાતની ગાયક કલાકાર કિંજલ દવે ખાસ એવી ચર્ચાનો વિષય બની રહી છે. કારણ કે કિંજલ દવેની સગાઈ પાંચ વર્ષ પહેલા પવન જોશી સાથે થઈ હતી પરંતુ પવન જોશી ની બહેન સાથે કિંજલ દવે ના ભાઈ આકાશ દવે ની સગાઈ કરવામાં આવી હતી. એટલે કે કિંજલ દવેની સગાઈ સાટા પદ્ધતિ અનુસાર કરવામાં આવી હતી.
પરંતુ પવન જોશીની બહેને અન્ય સાથે કોર્ટ મેરેજ કરી લેતા કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ પણ તૂટી ગઈ છે. એવામાં ગુજરાતમાં કિંજલ દવે નો ચાહક વર્ગ અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યો છે. કેટલાક લોકો આ બાબતથી દુઃખી પણ છે તો કેટલાક લોકો આ બાબતને મજાક ઉડાવી રહ્યા છે. ગુજરાતમાં tiktok સ્ટાર કહેવાતી કીર્તિ પટેલ કે જેનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે આ બાબતે થોડીક મજાક કરતી હોય તેવું લાગી રહ્યું છે.
આ વીડિયોની વાત કરવામાં આવે તો કીર્તિ પટેલ વીડિયોમાં કહે છે કે તેને પહેલાથી જ ખબર હતી કે આવું કંઈક થવાનું છે. વીડિયોની વાત કરવામાં આવે તો tiktok સ્ટાર કીર્તિ પટેલ લાઈવ વીડિયોમાં કોઈ લાલજીભાઈ સાથે વાત કરી રહી છે. જેમાં લાલજીભાઈ તેને પૂછે છે કે તમને નહોતી ખબર કિંજલ ની સગાઈ તૂટી ગઈ ત્યારે કીર્તિ પટેલ નાટાકીય અંદાજમાં કહે છે કે મને નહોતી ખબર લાલજીભાઈ નય તો આવું હોય.
આટલું કહ્યા બાદ તે જાણે કે સાચે જ રડી રહી હોય તેવું નાટક કરે છે અને આ પછી કીર્તિ પટેલ ફરી એક વાત કહે છે કે તેને પહેલા દેવ પગલીને એક દિવસ બધી વાત કરી હતી કે કિંજલ દવેના ભાઈ હારે જે છોકરીની સગાઈ કરી છે તે છોકરી બીજા હારે ચાલુ છે. પરંતુ તે વાતનું કોઈએ માન્યું ન હતું અને કીર્તિ પટેલને ખોટી કહી હતી. આટલું બોલતા તે નાટકીય અંદાજમાં મજાક મજાક માં રડવા લાગે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકોએ જોઈ લીધો છે અને અવનવી પ્રતિક્રિયાઓ આપી રહે છે. કિંજલ દવે દ્વારા સગાઈ તૂટવા બાબતે હજુ કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!