આપણા સમાજમાં હજુ પણ થોડી એવી જગ્યાઓ છે કે જ્યાં જુની પુરાણી પરંપરા હજી પણ અકબંધ જોવા મળે છે. એટલે કે છે છેવાડા ના ગામમાં જૂની પુરાણી પરંપરા હજુ પણ દેખાતી જોવા મળે છે. પરંતુ રાજસ્થાન રાજ્યના સીકર જિલ્લાના ઢાંઢણ ગામમાં રહેતા કમલાદેવી નામના બહેને તેને વિધવા વહુના લગ્ન બીજી વાર કરાવીને એક અનોખો દાખલો બેસાડી દીધો છે.
વધુ વિગતે વાત કરીએ તો 25 મે 2016 ના રોજ કમલાદેવી ના નાના દીકરા શુભમના લગ્ન સુનીતા નામની યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ દીકરો શુભમ એમબીબીએસ ના અભ્યાસ માટે કિર્ગિસ્તાન દેશમાં ચાલ્યો ગયો હતો. પરંતુ નવેમ્બર 2016 માં શુભમને બ્રેન સ્ટોક આવતા તેનું મોત થઈ ગયું હતું. જે બાદ પરિવાર આખો ભાંગી પડ્યો હતો પરંતુ સાસુએ તેની વિધવા પૌત્ર વધુ સુનિતા ને પોતાની દીકરીની જેમ સાચવી અને ખૂબ ભણાવી અને તેને એમ એ અને બીએડ ની ડિગ્રી કરાવી.
ત્યારબાદ તેને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવી અને વહુની મહેનત રંગ લાવી અને તેને હાલમાં કોલેજમાં લેક્ચરર તરીકે નોકરી પણ મળી ગઈ અને હાલ સુનિતા ઇતિહાસના લેક્ચ પદ નિયુક્ત થયેલી છે. સુનીતા ની નોકરી થયા બાદ તેની સાસુને તેના લગ્નની ચિંતા થવા લાગી. આથી સાસુએ તેની વિધવા પૌત્રવધુ ના બીજીવાર લગ્ન કરવાનો નિર્ણય કર્યો ત્યારે તેને સમાજ તરફથી ઘણું સાંભળવા મળ્યું.
પરંતુ તેને પોતાનો નિર્ણય પાછો ન ખેંચો અને કમલાદેવીએ પોતાની વહુ સુનીતા ના લગ્ન મુકેશ માવલિયા નામના યુવાન સાથે કરાવી દીધા. સુનીતા નો બીજો પતિ મુકેશ માવલિયા ભોપાલમાં કેગ માં ઓડિટરના પદે કાર્યરત છે. કમલાદેવીના સગા સંબંધીઓ આ નિર્ણય બાદ તેનો વિરોધ કરી રહ્યા હતા તો કમલાદેવીએ વિધવા પુત્રવધુના બીજી વખત લગ્ન કરાવીને સમાજમાં એક અનોખું દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું. જે ખરેખર કાબિલેતારીફ કહી શકાય. આમ આ આખી ઘટના સામે આવતા લોકો અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!