ઉપલેટા- પિતા ના અવસાન બાદ દીકરીઓ એ પિતા નો દીકરો બની ને આપી પિતા ને કાંધ. અને સમાજ ને ચીંધી નવી રાહ.
હાલમાં વિશ્વ ચંદ્ર પર પહોંચી ગયું છે પણ ભારત અને ગુજરાત ના ગામો માં હજુ પણ કુરિવાજો નજરે ચડે છે. અને લોકો જુના પુરાણા કુરિવાજો ને જકડી રાખીને બેસે છે અને હજુ પણ તેવી જ રીતે જીવતા હોય છે. પણ સમાજ ના અમુક લોકો નો વર્ગ એવો હોય છે કે આવા કુરિવાજો ને ઝડપથી દૂર કરવા માંગતા હોય છે. એવી જ એક ઉપલેટા ની ઘટના સામે આવી છે.
ઉપલેટા ની આ ઘટના માં એક પિતાનું અવસાન થયા બાદ તેની બહેન અને દીકરીઓ દ્વારા સમાજ માટે એક દ્નષ્ટાંતર બની રહે એવું કામ કરવામાં આવ્યું છે. રાજકોટના ઉપલેટામાં જીરાપા પ્લોટમાં રહેતા 61 વર્ષીય જમનભાઈ ઉકાભાઈ મુરાણીનું અવસાન થયું હતું. તેમને કોઈ દીકરો ન હતો માત્ર ત્રણ દીકરીઓ હતી. જમનભાઈ અમદાવાદ માં રહેતા હતા ત્યાં જ તેનું અવસાન થયું હતું બાદ માં તેમનો મૃતદેહ તેમના ગામ ઉપલેટા માં લાવવામાં આવ્યો હતો.
તેમને કોઈ દીકરો નો હોય તેમની બહેન અને તેમની ત્રણ પુત્રીઓ દ્વારા તેમને કાંધ આપવામાં આવી હતી. અને સમાજ માં રહેલા કુરિવાજો સામે એક સારું કામ કરી બતાવ્યું છે. તેને સ્મશાન માં અંતિમ વિધિ કરી અગ્નિદાહ પણ તે લોકો એ જ આપ્યો હતો. જમનભાઈ ના પીતા નું પણ છ વર્સ પહેલા જ અવસાન થયું હતું ત્યારે પણ દીકરીઓ એ જ આવી રીતે કાંધ આપી અને વિધિ કરી હતી.
પિતાના અવસાન બાદ પિતા ને ભીની આંખો એ વિદાય આપી હતી. અને તેમના ઘર માં શોક નું વાતાવારણ હતું. સમાજ માં આવા લોકો દ્વારા સમાજ ના પ્રવર્તતા કુરિવાજો ને દૂર કરવા ખુબ જ સારી રીતે ઉદાહરણ પૂરું પાડતા હોય છે.