ઉદયપુર માં કનૈયાલાલ ની હત્યા બાદ સુરત ના આ યુવાન સાથે એવી ઘટના બની કે, યુવાન થઇ ગયો ભયભીત…
હાલમાં રાજસ્થાન માં જે કનૈયાલાલ નામના યુવક ની હત્યા નો બનાવ સામે આવ્યો છે. તેના લીધે રાજસ્થાન માં ભારે ગમગીન વાતાવરણ અને ગંભીર સ્થિતિ નું નિર્માણ થઇ ગયું છે. રાજસ્થાન ના ઉદેપુર માં એક ટ્રેલર નું કામ કરતા યુવક કનૈયાલાલે નૂપુર શર્મા ને સમર્થન કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર કર્યા બાદ, કનૈયાલાલ ને વારેવારે ધમકીઓ પણ મળતી હતી. અને તેના લીધે કનૈયાલાલે અઠવાડિયા સુધી ધંધો બંધ કરી દીધો હતો.
કનૈયાલાલે અઠવાડિયા બાદ જેવી દુકાન ખોલી કે, કપડાં સીવવાના બહાને બે વ્યક્તિ આવીને કનૈયાલાલ ની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ રાજસ્થાન માં અને આખા દેશ માં આની ભારે ટીકા થવા પામી હતી. કનૈયાલાલ ની હત્યા ની ઘટના બાદ હવે ગુજરાત ના એક યુવક સાથે એવી ઘટના બની કે સાંભળી ને ચોકી જશે.
જાણવા મળ્યું કે, સુરત ના એક યુવાને કનૈયાલાલ ની હત્યા ની ઘટના ને સોશિયલ મીડિયા પર સખ્ત શબ્દો માં વખોડી હતી. એવામાં તેના શબ્દો ની સામે ફેઝલ નામના યુવાને એવું લખ્યું કે, લોકો જોઈ ને હચમચી ગયા છે. સુરત ના આ યુવાને સોશિયલ મીડિયા પર મુકાયેલી કોઈ ની પોસ્ટ માં કોમેન્ટ કરી ને કનૈયાલાલ ની હત્યા ને વખોડી હતી તો ફેઝલ નામના યુવાને તેને રિપ્લાય કર્યો કે, ગુસ્તાક એ રસુલ કી એક હી સજા, સર તન સે જુદા.
આવી કોમેંટ આવતા જ યુવાન અને તેના પરિવાર માં ભારે ચિંતા ના માહોલ સર્જાયો હતો. આ બાબતે યુવક દ્વારા સમગ્ર ઘટના અંગે પોલીસ કમિશનર કચેરીમાં અરજી આપવામાં આવી છે અને આ ઘટના અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો આ બાબતે ઉમરા પોલીસ સ્ટેશન માં નિવેદન લેવામાં આવ્યું છે. અને યુવાન ને આ ઘટના બાદ સુરક્ષા મળી રહે તે બાબતે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!