વરસાદને લઇ મોસમ વિભાગે કરી મોટી આગાહી આ વિસ્તારોમાં ફરી પડી શકે છે મુશળધાર વરસાદ અને કડાકા ભેર ઠંડીમાં પણ વધારો….
આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી વરસાદે સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશમાં પોતાની ભરપૂર હાજરી વ્યક્ત કરી છે એવું લાગે છે કે જાણે મેઘરાજાએ સમગ્ર પ્રદેશ ઉપર ખૂબ જ ખુશ થયા છે અને પોતાની મહેરબાની કરી છે.
તેવામાં આ મહેરબાની ઘણા વિસ્તારોમાં મુશ્કેલીનું કારણ બની રહી છે ભરપૂર વરસાદને કારણે જ્યાં એક બાજુ સૂકા પડેલા પ્રદેશ ફરી લીલાછમ બન્યા છે તો બીજી બાજુ ભરપૂર વરસાદને કારણે નદી નાળાઓ છલકાઇ જતા અનેક પ્રદેશો અને અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. મુશળધાર વરસાદને કારણે લોકોને ઘણી જ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.
તેવામાં ફરી એકવાર મોસમ વિભાગે મુશળધાર વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ દ્વારા કરાયેલ આગાહી મુજબ રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ જાણો હવામાન વિભાગની આગાહી વિસ્તારથી.
આ પણે સૌ જાણીએ છીએ કે હવે ચોમાસું સતાવાર રીતે વિદાઇ લઇ રહ્યું છે. પરંતુ ચોમાસાની વિદાય પહેલા રાજસ્થાનમાં ફરી એકવાર ભારે વરસાદની આશંકા છે. હવામાનમાં ફેરફારને કારણે આજે અને કાલે રાજસ્થાનમાં વરસાદી માહોલ જામશે તેવી સંભાવના છે. જો વાત કરીએ હવામાન વિભાગની તો, તેમના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર સિસ્ટમની રચના અને સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં હવામાન માં ફેરફાર જોવા મળશે.
જેને કારણે 16 જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. વરસાદને કારણે તાપમાન 2 થી 3 ડિગ્રી નિચુ આવી શકે છે. જેને કારણે હળવી ઠંડી જોવા મળશે. દિવાળી પછી ઠંડીનુ પ્રમાણ વધશે. અને શિયાળો જામશે.
હવામાન વિભાગે જણાવ્યું છેકે, હવામાનમાં ફેરફારને કારણે જયપુર સહિત અલવર, ટોંક, દૌસા અને ભરતપુર જિલ્લામાં વરસાદની સંભાવના છે. આ સાથે ભરતપુર વિભાગના કરૌલી અને સવાઈ માધોપુરમાં વરસાદી માહોલ ની આશંકા છે. આ ઉપરાંત હડોટી વિભાગના સીકર, ઝુનઝુનુ, કોટા, બુંદી અને ઝાલાવાડ અને મેવાડ પ્રદેશના ચિત્તોડગઢ અને ભીલવાડામાં વરસાદની સંભાવના છે. આ જિલ્લાઓ માટે હાલમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં આ દિવસોમાં હવામાનમાં સતત ફેરફારને કારણે દિવસે ગરમી અને રાત્રે હળવી ઠંડીનો અનુભવ થશે. આ કારણે મોસમી રોગો પણ વધવાની સંભાવના છે. જોકે હાલ હોસ્પિટલોમાં શરદી અને વાયરલ દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. ડેન્ગ્યુએ તો જાણે હાહાકાર મચાવવાનું શરૂ કર્યું છે.
શેખાવતી વિસ્તારના સીકર અને ચુરુમાં રાતના સમય માં ઠંડી પડવા લાગી છે. જયારે જયપુરમા પણ લોકો ને રાત્રે હળવી ઠંડી નો અનુભવ થશે. ડોક્ટરોએ આ સમય માં સાવધાની રાખવાની સલાહ આપી છે.
ઉલ્લેખનીય છે કે આ વખતે રાજ્ય માં વરસાદ એકસમાન રહ્યો નથી. કોટા ડિવિઝનમાં, જ્યાં વરસાદે તેના જૂના બધાજ રેકોર્ડ તોડી નાખ્યા છે, જેના કારણે પૂરની સ્થિતિ જોવા મળતી હતી. તો બીજી બાજુ પશ્ચિમ રાજસ્થાનના જોધપુર સહિત ઘણા વિસ્તારોમાં લોકો વરસાદ માટેતલપાપડ હતા. જેના કારણે, કોટા વિભાગમાં પાક વરસાદને કારણે બરબાદ થઈ ગયો, જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં વરસાદની રાહમા સુકાઈ ગયા.