વિદેશ માં રહેતા આહીર યુવાને દેશી સ્ટાઇલ માં ગીર ના નેહ માં પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવી મચાવ્યો તહેલકો, જુઓ ખાસ તસવીરો.
ગુજરાતમાં હાલ ઠેર ઠેર લગ્નની સિઝન ચાલી રહી છે. જ્યાં જુઓ ત્યાં બસ લગ્ન જ થઈ રહ્યા છે. હાલમાં તો યુવાનોમાં ખાસ કરીને લગ્નમાં પ્રિ વેડિંગ ફોટોશૂટ નો અનોખો ક્રેસ થઈ ચૂક્યો છે. લગ્ન અગાઉ નવા ફોટો ક્લિક ફોટોસેશન કરાવે છે અને લગ્નને યાદગાર બનાવતા હોય છે. પરંતુ આ પ્રિ વેડિંગ ફોટોશૂટમાં પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ વધુ જોવા મળે છે.
પરંતુ હાલમાં મૂળ તાલાલા ગીરના માધવપુરના વતની અને વિદેશમાં નોકરી કરી રહેલા આહિર સમાજના એક યુગલે લગ્ન માટે પોતાનું વતન પસંદ કર્યું અને પ્રિ વેડિંગ ફોટોશૂટ કરાવવા માટે ગીરનો નેહ પસંદ કર્યો. વધુ વિગતે વાત કરવામાં આવે તો હાલમાં કેનેડાના ટોરેન્ટો સિટીમાં રહેતા પ્રહલાદ રામશીભાઈ વરુ કે જેવો મૂળ તાલાલા ગીરના માધવપુરના વતની છે. તેઓ પ્રહલાદ ફાર્મા કંપનીમાં જોબ કરે છે અને તેમની પત્ની રોશની લેબ ટેકનિશિયન છે.
તેઓ બંને બે વર્ષથી ટોરેન્ટો સિટીમાં રહે છે. વિદેશની ધરતી ઉપર લગ્ન ન કરીને લગ્ન કરવા માટે પોતાનું વતન પસંદ કર્યું અને ગીરના ખોળે પ્રી વેડિંગ ફોટોશૂટ કરાયું. પ્રી-વેડિંગ ફોટો શૂટ કરાવતા સમયે બંને પારંપારિક પહેરવેશ પસંદ કર્યો એટલે કે બંને આહીર સમાજમાં જે પહેરવેશ આવે છે તે પહેરીને પ્રિ વેડિંગ ફોટોશૂટ કરાવ્યું. ફોટોશૂટ કરાવતા સમયે બંને યુગલે ખેતી કરતા હોય તેવી તસવીરો ખેંચાવી.
યુવતી ભેંસો સાથે કામ કરતી હોય તેવી તસવીરો ખેંચાવી કૂવામાંથી પાણી ભરે ખાટલા ઉપર બેસીને વાતચીત કરે તેવા આકર્ષક દેખાવ સાથે અનેક ફોટો ક્લિક કરાવ્યા હતા. આ ફોટોશૂટ લોકોને ખૂબ જ પસંદ આવી રહેલા છે. ફોટોશૂટ માટે ઢાઢીયા અને રાયડી ગીરના ફાર્મ હાઉસ તેમજ ગીરના જંગલમાં આવેલા વર્ષો જૂના વડલા પાસે આ તસવીરો ખેંચવામાં આવી હતી. આજના જમાનામાં લોકો પરંપારિક શૈલીને ભૂલી રહ્યા છે એવામાં આહિર સમાજના આ યુગલે પોતાનો પહેરવેશ જીવંત રાખીને અનોખી યાદગારી બનાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!