Gujarat

અમદાવાદ માં ફરી એકવાર આપઘાત ની ઘટના સામે આવી અહી વૃધે ઓવરર્બ્રીજ પરથી કુદીને પોતાનું જીવન ટુંકાવ્યું અને પરીવાર ના લોકો…

Spread the love

મિત્રો આપને જાણીએ છીએ કે મનુષ્ય જીવન કેટલું અમુલ્ય છે. જો શાસ્ત્રો ની વાત કરીએ તો જીવ ને અનેક યોનિઓ માંથી પસાર થયા બાદ આ મનુસ્ય જીવન પ્રાપ્ત થાઈ છે પરંતુ ઘણી વાર આવા મૂલ્યવાન જીવન અંગે લોકો પોતાની કદર કેળવતા નથી દરેક વ્યક્તિઓ ને પોતાનું જીવન ઘણુંજ વ્હાલું હોઈ છે દરેક વ્યક્તિને મૃત્યુથી દર લાગે છે પરંતુ ઘણી વાર લોકો ના જીવનમાં અનેક એવા બનાવો બને છે જેના કારણે લોકો ને જીવન કરતા મૃત્યુ સારું લાગે છે.

આપણે સૌ જાણીએ છીએ કે જીવન માં ઘણો સંઘર્ષ છે લોકોને જીવન માં અનેક પ્રકારની મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે પરંતુ ઘણા લોકો જીવન ની આવી મુશ્કેલીઓ નો સામનો કરી શકતા નથી અને તેમને જીવન ઘણુંજ દુઃખદાઈ લાગે છે તેમને જીવન કરતા મોત વધુ આનંદ આપે છે અને છેવટે આવી વ્યક્તિ પોતાની તાકાત હારીને આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરી લેછે આપણે સૌ જીવનનું મહત્વ જાણીએ છીએ તેવામાં આત્મહત્યા કરનાર ના મનમાં શું ચાલી રહ્યું હશે તેનો કદાચ આપણે અંદાજ પણ ના લગાવી શકીએ. મોટા ભાગની આત્મહત્યા નું કારણ કંકાસ અને આર્થિક ભીંસ હોઈ છે.

આપડે આ વિષય પર શા માટે ચર્ચા કરીએ છીએ? તેની પાછળનું કારણ દેશમાં વઘી રહેલ આત્મહત્યા ના મામલાઓ છે અને આવાજ એક બનાવ અંગે આપડે અહીં વાત કરવાની છે. મિત્રો મળતી માહિતી અનુસાર અમદાવાદ ની મણિનગર વિસ્તાર માં આજે સવારે દક્ષિણ ગુરુજી રેલવે પાસેના એક ઓવરબ્રિજ પરથી એક વૃદ્ધ વ્યક્તિ એ ભુસ્કો મારીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યા નું કારણ ગૃહ કંકાસ ને ગણવામાં આવે છે.

અહીં સવારેના સમયે આ વૃદ્ધ ની લાશ ટ્રેનના પાટા પાસે પડી હતી. લાશને જોતા આસ પાસ ના લોકો એ તરતજ પોલીસને જાણ કરી ઘણા અંગે માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આ મૃત્યુ પામેલા વ્યક્તિની લાશને કબજમાં લઈને તાપસ હાથ ધરી હતી. જોકે આ આત્મહત્યા નો પહેલો બનાવ નહતો આ પહેલા પણ આ વિસ્તાર માંથી ઘણા આત્મહત્યા ના મામલા સામે આવ્યા છે.

જેમાં પૂર્વના સૌજનપુર વિસ્તારમાં આવેલ નીલદીપ રેસીડેન્સી માં એક પચાસ વર્ષ ના વ્યક્તિ એ ગળાફાંસો ખાઈ ને આત્મહત્યા કરી હતી. ઉપરાંત નોરડા વિસ્તારના અનિલ શોરૂમ પાસેના રાજા મંદિર એપાર્ટમેન્ટ માં રહેતા 71 વર્ષ ના વૃદ્ધએ ઝેરી દવા પીને મોતને ભેટ્યા હતા. અગાઉ વસ્ત્રા માં આરટીઓ પાસે આવેલા રાધે પાર્ક સોસાયટી ના રહેવાસી કે જેમની ઉમર 53 વર્ષ છે તેઓ એ પણ ગાળા ફાસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *