અમદાવાદ- આયશા આત્મહત્યા કેસ. આયશા ના પિતા એ તેની પુત્રી વિશે એવું કહ્યું કે સાંભળીને તમારું હૃદય પણ પીગળી પણ પીગળી જશે.
અમદાવાદ મા એક વર્ષ પહેલા ફેબ્રુઆરી મહીનામાં આયશા દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ નદી પર આત્મહત્યા કરી લીધી હતી. તેને સાબરમતી માં જમ્પલાવ્યા પહેલા વિડીયો બનાવીને શેર કર્યો હતો. જેમાં તેને તેના મારવાનું કારણ પણ જણાવ્યું હતું. આ આખા કેસ મા આયશા ના પતી આરીફ ને કોર્ટ દ્વારા 10 વર્ષ ની સજા કરવામાં આવી છે. આરોપી તેના પતિ આરીફ ને સજા કરાયા બાદ આયશા ના પિતા લિયાકત અલી મકરાણી એ તેની વ્યથાઓ વ્યક્ત કરી હતી. અને તેની દીકરી ને ન્યાય મળ્યો તે માટે કોર્ટ નો આભાર પણ માન્યો હતો.
આયશા ના પીતા એ આયશા ની તમામ વાત કહી હતી. તેને કહ્યં કે આયશા ભણવામાં ખુબ જ હોશિયાર હતી. તે તેના રૂમ માં જ્યાં બેસી ને અભ્યાસ કરતી તે જગ્યા પણ તેના પિતા એ બતાવી હતી. તેના પિતા લિયાકત અલી મકરાણી જણાવે છે કે આયશા જ્યાં અભ્યાસ કરવા બેસતી ત્યાં તે ની સામે ની દીવાલ પર તે પોતાના માર્ક લખી રાખતી હતી તેના પિતા તેને પૂછતાં આ શા માટે ત્યારે આયશા એ જવાબ આપ્યો કે તેને આગળના ધોરણ માં જેટલા માર્ક લાવવાના છે તે તેણે લખેલા છે તે જયારે 12 માં ધોરણ માં હતી તે દરમિયાન તેને 93 થી 94 માર્ક તેની દીવાલ પર લખી રાખ્યા હતા કે જે તેનો ટાર્ગેટ હતો અને 12 માં ધોરણ માં તેને 98 થી પણ વધુ માર્ક્સ આવ્યા હતા તેમ તેના પિતા એ જણાવ્યું હતું. તેના પિતા કહે છે કે આયશા સાયકોલોજી નું ભણતી હતી અને તેને પીએચડી કરીને પ્રોફેસર બનવું હતું.
આયશા ના પિતા કહે છે કે આયશા તેની ખુબ જ નજીક હતી તેના માતા થી પણ વધુ તેના પિતા ની નજીક હતી. વધુમાં જણાવ્યું કે જયારે આયશા એ આત્મહત્યા કરી ત્યારે બનાવેલા વિડીયો માં પણ તે તેના પિતા ને ઉદ્દેશીને જ વાત કહેતી હતી કારણકે તેને ખબર હતી કે તેના પિતા જ તેની વાત સમજી શકે તેમ છે. તેમ તેના પિતા એ કહ્યું હતું. આયશા ના પિતા અમદાવાદ ના વટવા વિસ્તાર ના અલમિના પાર્ક માં રહે છે અને સિલાય નુ કામ કરે છે. તેના પિતા એ આયશા ની વાત કહેતા તેની આંખો માંથી આંસુ નીકળવા માંડ્યા હતા અને તેનું શરીર પણ ધ્રુજતુ હતું.
આયશા ના પિતા કહે છે જયારે કેસ કોર્ટ માં ચાલતો હતો ત્યારે આરીફ અને તેના પિતા ના ઘણા ફોન તેમના પર આવતા હતા અને તે લોકો આમ વચ્ચે નો રસ્તો કાઢવા માટે તેને કહેતા હતા. અને આયશા ના પિતા ના મામા પણ આ માટે તેને વારંવાર કહેતા હતા. વધુમાં તેના પિતા કહે છે કે હજુ તે સરકાર ને દરખાસ્ત કરવા માંગે છે કે તે આરોપી આરીફ ને ફાંસી ની સજા આપે. તે કહે છે કે એક માણસ 350 કિલોમીટર દૂર થી પણ કોઈ ને મારવા મજબુર કરી દે છે અને તેને મરવા મજબુર કરી દે છે તો તેણે ફાંસી ની સજા શા માટે નો થાય? સાથે સાથે તેના પિતા એ સમાજ ની તમામ દીકરીઓ ને પણ કહ્યું હતું કે આયશા ને તે લોકો અયડલ ન બનાવે અને તેને જેનાથી ત્રાસ હોય તે લોકો વિરૃદ્ધ હિંમ્મત થી લડે.
આયશા ના પિતા કહે છે આયશા દ્વારા જે છેલ્લો વિડીયો બનાવવામાં આવ્યો હતો તે વીડિયો ને તેને હજુ સુધી જોયો નથી કારણકે તે કહે છે કે તેનો વિડીયો જોવાની તેનામાં હિમ્મત જ નથી. તે જણાવે છે આ બનાવ બાદ તેને તેને હિન્દૂ ઉપરાંત મુસ્લિમ લોકો મળવા આવતા હતા અને તે લોકો તે ને કહેતા જે મદદ જોઈ એ તે લોકો કરવા તૈયાર છે.