Categories
Gujarat

અમદાવાદ- આ પુલ દઈ રહ્યો છે મોત ને આમંત્રણ જો આ પુલ પર મોરબી જેવી ઘટના બને તો જવાબદાર કોણ? જુઓ તસ્વીર.

Spread the love

ગુજરાતના મોરબી જિલ્લામાં રવિવાર સાંજના રોજ જે દુર્ઘટના સર્જાય હતી તેમાં 150 થી પણ વધુ લોકો મોતને ભેટ્યા છે. આ દુર્ઘટના બાદ તંત્રની ઘોર નિંદા લોકો દ્વારા કરવામાં આવી રહી છે. નગરપાલિકાના અધિકારીએ પણ કહ્યું કે આ પૂલને ખોલવાની પરમિશન પણ ન હતી તો પણ આ પૂલને શા માટે ખોલવામાં આવ્યો હતો.

આવા ગુજરાતમાં અનેક પૂલો છે કે જે ખૂબ જ ખખડ ધજ હાલતમાં જોવા મળે છે. એવો જ એક પૂલ અમદાવાદ શહેરમાં આવેલો છે. જાણવા મળ્યું કે અમદાવાદ શહેરના નારોલ વિશાલાને જોડતા શાસ્ત્રી બ્રિજ ખખડધજ હાલતમાં છે. સ્થાનિકો દ્વારા આ બાબતે તંત્રને અનક સવાલો કરવામાં આવી રહ્યા છે. આ પુલ ઉપરથી પસાર થતા લોકોને પણ આ પુલ ઉપરથી પસાર થતાં ભઈનો માહોલ લાગે છે.

છતાં પણ હજુ તંત્ર ગાઢ નિંદ્રામાં હોય અને આંખ આડા કાન કરી રહ્યા હોય તેવો દેખાઈ રહ્યું છે. બ્રિજના સમારકામને લઈને તંત્ર દ્વારા હજુ પણ કોઈ પગલા ભરવામાં આવેલા નથી. તો બીજી તરફ અમદાવાદની જનતાને ડર છે કે મોરબી જેવી ઘટના અમદાવાદના આ શાસ્ત્રી બ્રિજ ઉપર પણ ના બની જાય. મોરબીમાં જે ઘટના બની ત્યારબાદ અને જિલ્લાઓ અને શહેરોમાં તંત્ર દ્વારા આવા પૂલ ની કામગીરી શરૂ કરવામાં આવેલી છે અને આવા અનેક પૂલોના નિરીક્ષણ બાદ તેને રીપેર કરવાની પણ કામગીરી શરૂ કરવામાં આવેલી છે.

આમ મોરબી માં જે ઘટના બની તેને લઈને આખા ગુજરાત માં આવેલ આવા અનેક પુલો ને યોગ્ય કરી દેવામાં આવે તો ઘણા બધા ના જીવ બચી શકે છે. આગમચેતી ના ભાગ રૂપે તંત્ર દ્વારા આવા બનાવો ના બને તેને ધ્યાને લઈને તાત્કાલિક ધોરણે કામગીરી શરુ કરવાની જરૂર જણાય રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *