જાણીને નવાઈ લાગશે આ કિંમતી અને ખાસ વસ્તુનો બનેલો હતો આલિયાનો લહેનગો ખાસીયત જાણી ચોકી જાસો
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં આખા બોલીવુડ માં એક જ વિષય ચર્ચા નું કેન્દ્ર બન્યું છે તે રણવીર અને આલિયા ના લગ્ન છે. આપણે સૌ જાણીએ છિએ કે આલિયા ભટ્ટ અને રણવીર કપૂર બોલીવુડ ના ઘણા પ્રખ્યાત કલાકાર છે તેમણે અનેક હીટ ફિલ્મો બોલીવુડ ને આપી છે અને પોતાની ખાસ જગ્યા ફેન્સ ના દિલોમા બનાવી છે. આજે બોલીવુડ ના ચાહકો આલિયા રણવીર ના લગ્નને લઈને ઘણા ખુશ છે.
લોકો આલિયા ભટ્ટ અને રણવીર કપૂર ના લગ્ન અંગે વધુ માહિતી મેળવવા ઇચ્છે છે. આપણે અહીં આલિયા રણવીર ના લગ્નને લઈને એક એવીજ માહિતી લાવ્યા છે જેના વિશે કદાચ જ કોઈ જાણતું હશે. આપણે સૌ જાણીએ છિએ કે આલિયા ભટ્ટ ઘણી જ સુંદર છે ઉપરાંત તેમણે લગ્નમાં જે રીતે લુક ધારણ કર્યો હતો તેના કારણે આલિયા ભટ્ટ ઘણી જ સુંદર લાગી રહી હતી.
લગ્ન સમયે આલિયા ભટ્ટ દ્વારા પહેરવામાં આવેલા દરેક આઉટ ફીટ લોકોમાં ઘણા ચર્ચામાં છે આપણે અહીં આલિયા ના આવાજ એક આઉટ ફીટ ને લઈને વાત કરવાની છે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની મહેંદી સેરેમની માં આલિયાએ ફ્યુશિયા પિંક કલરનો લહેંગા પહેર્યો હતો, જેની સાથે તેણે હેવી બુટી અને નીલમણિની જ્વેલરી પહેરી હતી.
આ ઉપરાંત તેમણે પોતાના વાળને પાછળ તરફ બાંધયા હતા. જણાવી દઈએ કે આલિયા નો આ લહેંગા ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કર્યો હતો. જણાવી દઈએ કે આલિયા ભટ્ટના આ લહેંગાને બનાવવામાં ત્રણ હજાર કલાક એટલે કે 125 દિવસનો સમય લાગ્યો હતો.
જો આલિયા ભટ્ટ ના આ ખાસ લહેગા અંગે કરીએ તો જણાવી દઈએ કે તેને 180 પ્રકારના પેચવર્ક કરવામાં આવ્યા છે અને એકસાથે ત્રણ ઉપરાંત છ તાર જોડીને તેને બનાવ્યું છે. મનીષ મલ્હોત્રા ના જણાવ્યા અનુસાર આલિયા ભટ્ટે તેના મહેંદી સેરેમનીના પોશાકને વ્યક્તિગત કર્યા હતા. અને આ લહેંગામાં ઘણો કસ્ટમાઇઝ ટચ આપવામાં આવ્યો છે.
આ લહેંગા નું કામ ચિકંકારી અને કાશ્મીરી દોરાથી કરવામાં આવે છે. તેને બનાવવામાં લગભગ ત્રણ હજાર કલાકનો સમય લાગ્યો હતો. ફ્યુશિયા રંગનો લહેંગા બનાવવામાં આવ્યો હતો અને ચોલીમાં અસલ સોના અને ચાંદીની નક્ષી અને ખાલી ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ લહેંગા ના પેચને એકસાથે ભેગા કરવામાં આવ્યા હતા અને ક્રોસ સ્ટીચની મદદથી, ડિઝાઇનમાં ત્રણ અને છ વાયર ઉમેરવામાં આવ્યા હતા. કિનારી સોનાની ઝરી થી બનાવ્વમા આવી હતી આ હેન્ડ મેડ સિલ્ક લહેંગા પર બનારસી બ્રોકેડ અને બાંધણી તથા કાચા સિલ્કની ગાંઠો આપવામાં આવી હતી. જે પૈકી લહેગાની અમુક કિનારો આલિયા ભટ્ટના જૂના પોશાકમાંથી લેવામાં આવ્યા હતા અને કેટલાક મનીષ મલ્હોત્રા દ્વારા આર્કાઇવ્સમાંથી લીધા હતા.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.