આ ખાસ જગ્યા પર અલ્પા પટેલ ઉદય સાથે હનીમૂન પર ગયા આ જગ્યા વિશે કોઈએ નહીં વિચાર્યુ હોઈ..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં આખા વિશ્વમાં કોરોન ની માહામારી હતી જેના કારણે લોકો માં ભઈ નો માહોલ હતો. આ સમયે આપણે સૌ અનેક પ્રતિબંધ નો પણ સામનો કર્યો જ્યારે કોરોના ને વધતો અટકાવવા માટે સરકારે પણ ઘણા પ્રતિબંધ મૂક્યા હતા. જેના કારણે છેલ્લા બે વર્ષથી લગ્ન સિઝન જોવા મળી ન્ જતી.
પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે અને કોરોના હળવો પડ્યો છે જેના કારણે સરકારે ઘણા પ્રતિબંધ દૂર કર્યા છે. તેવામાં આ લગ્ન ગળામાં આપણે સૌ ચારે તરફ ખુશીઓ નો માહોલ જોયો કે જ્યાં લગ્નના ગીતો સાંભળવા મળતા હતા. તેવામાં લગ્નના આ ખાસ સમયે અનેક લોકોએ પોતાના જીવન સાથી સાથે નવા જીવનની શરૂઆત કરી છે આપણે સૌ જાણીએ છિએ કે લગ્નના આ માહોલ માં અનેક કલાકારો પણ લગ્નના બંધનથી જોડાયા છે.
આપણે અહીં આવા જ એક કલાકાર વિશે વાત કરવાની છે કે જેમના લગ્ન ઘણા ચર્ચામાં હતા આપણે અહીં ગુજરાતનાં લોક ગાયિકા એવા અલ્પા પટેલ વિશે વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં જ અલ્પા પટેલે ઉદય ગજેરા સાથે લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી છે. તેમના સગાઈ થી લઈને લગ્ન અને લગ્ન બાદના ફોટાઓ પણ ઘણા વાયરલ થઈ રહ્યા છે.
આપણે સૌ જાણીએ છિએ કે અલ્પા પટેલે ઘણા જ વૈભવી રીતે લગ્ન કર્યા હતા હવે તેમના હનીમૂન ને લઈને પણ માહિતી સામે આવી રહી છે. જણાવી દઈએ કે હાલમાં થોડા સમય માટે અલ્પા પટેલ અને ઉદય પોતાના કામથી દૂર એક બીજા સાથે સમય વિતાવ્વા માટે ગ્યા છે તેવામાં લોકો નો એ જ સવાલ છે કે આખરે તેમણે હનીમૂન માટે કઈ જગ્યા પસંદ કરી છે.
તો જણાવી દઈએ કે અલ્પા બેન અને ઉદય હનીમૂન માટે અદમાન નિકોબાર આઇલેંડ ગ્યા છે. અહીં થી તેઓ પોતાના ફેન્સ માટે ઘણી તસવીરો શેર કરી રહ્યા છે. જેને લોકોનો ઘણો જ પ્રેમ મળે છે સૌ પ્રથમ જ્યારે અલ્પા પટેલે ઉદય સાથે એરપોર્ટ ની તસ્વીર શેર કરી હતી ત્યારે જ લાગ્યું કે તેઓ બંને ફરવા માટે જાય છે. તેવામાં હવે તેમના હનીમૂન ને લઈને તેઓ પોતે જ અનેક તસવીરો શેર કરી રહ્યા છે.
જણાવી દઈએ કે અહીં આવ્યા બાદ તેમણે સેક્યુલર જેલ ની મુલાકાત લીધા પછી શહીદ સ્મારક ગ્યા હતા જો વાત આ સમયે ઉદય અને અલ્પા ના પહેરવેશ અંગે કરીએ તો તેમણે શેર કરેલ ફોટામાં જોઈ શકાય છે કે આ સમયે ઉદય રંગીન ટિશર્ટ અને બ્લુ જીન્સ માં છે જ્યારે અલ્પા બહેને પીળા રંગનુ સ્કર્ટ અને જીન્સ પહેરલ છે. હાલમાં તેઓ પોતાના આ અંગત ક્ષણો નો ઘણી મજા માણી રહ્યા છે જે તેમના ફોટાઓ અને વિડીયો પરથી જોવા મળે છે.
જાણાવિ દઈએ કે અલ્પા પટેલ અને ઉદયે અહીંના દરિયા પાસે એક ઘણો જ સુંદર અને રોમેન્ટિક વિડીયો બનાવ્યો છે જે લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. જ્યારથી તેમના ફોટાઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે ત્યારથી લોકો તેમને ઘણા જ પસંદ કરી રહ્યા છે. અને તેમની જોડીના વખાણ કરી રહ્યા છે.
View this post on Instagram
જાણકારી માટે જણાવી દઈએ કે 9 નવેમ્બર ના રોજ અલ્પા બહેને ઉદય ગજેરા સાથે સગાઇ કરી હતી જે બાદ તારીખ 17 ફેબ્રુઆરી ના રોજ પવિત્ર અગ્નિ ની સાક્ષિએ અલ્પા પટેલે ઉદય ગજેરા સાથે સાત ફેર લીધા હતા. લગ્ન બાદ અલ્પા પટેલ ઉદય ગજેરા સાથે અમદાવાદના નિકોલમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાં દર્શને ગયા હતા.
જો વાત અલ્પા બહેના લગ્ન અંગે કરીએ તો તેમાં દેશ વિદેશ અને રાજ્યના અનેક ખાસ મહેમાનો આવ્યા હતા આ લગ્ન અલ્પા પટેલ ના ગામ માં જ રજવાડી ઢબે કરવામાં અવ્યા હતા જેમાં હાજર ગુજરાતી કલાકારોએ સુરોનિ રમઝટ બોલાવી હતી. લગ્નમાં અલ્પા અને ઉદય બંને ગુલાબી કપડાં માં ઘણા સુંદર લાગી રહ્યા હતા. આ સમયે લગ્ન પહેલા અલ્પા પટેલે ઉદય ને માંડવે વધાવવા પણ ગયાં હતા કે જ્યાં તેમણે પતિ સાથે ગરબા પણ કર્યા હતા.
જો વાત અલ્પા પટેલ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમનો જન્મ અમરેલી જીલ્લા ના બગશરા તાલુકા ના નાના મુન્ઝીયાસર ગામમાં વર્ષ 1989 માં થયો હતો અને હાલમાં તેમના લગ્ન પણ અહીં જ થયા છે આ સમયે આખો મંડપ ફૂલો વડે શણગારેલ હતો. જણાવી દઈએ કે અલ્પા પટેલે ઘણી નાની ઉંમરમાં પિતાનો સાથ ગુમાવ્યો હતો તેઓ માત્ર એક વર્ષના હતા ત્યારે તેમના પિતાનું નિધન થયું હતું. જો કે આ સમયે અલ્પા પટેલ ના ઘર ની સ્થિતિ ઘણી ખરાબ હતી અને તેમની માતા તથા ભાઈ મજૂરી કામ કરતા હતા નબળી આર્થિક પરિસ્થિતિ ના કારણે અલ્પા પટેલ નો ઉછેર અને ભણતર તેમના મામા ને ત્યાં થયું અહીં તેમણે ધોરણ 12 અને તે બાદ પિટીશિ નો અભ્યાસ કર્યો.
અલ્પા પટેલ ને સંગીત નો વાર્ષો પોતાના નાના તરફથી મળ્યો છે. તેમને સ્ટેજ પર ગાતા જોઈને અલ્પા પટેલ પણ આ દિશા તરફ આગળ વધ્યા અને પરિવારને આર્થિક મદદ કરવા માટે માત્ર 11 વર્ષની ઉંમરથી તેમણે ગાવાનું શરૂ કરી દીધુ તેઓ શરૂઆત માં ફક્ત 50 રૂપિયા જ ફી લેતા હતા અને હવે સમય બદલાયો છે હાલમાં તેઓ 1 થી 1.25 લાખ રૂપિયા જેટલી ફી લે છે. આમ અનેક મુસિબત નો સામનો કરીને તેમણે સફળતા ના શિખરો સર કર્યા છે.