અંબાલાલ પટેલે કરી ખેડૂતોને ચિંતિત કરતી આગાહી ! કહ્યું આ તારીખ થી ઠંડી અને વાદળછાયું વાતાવરણ…જાણો પુરી આગાહી
મિત્રો જેમ તમે જાણોજ છો કે હાલ શિયાળો ઋતુ ચાલી રહી છે તેવામ ગુજરાતના ખૂણે ખૂણે તાપમાનનો પારો નીચે જવાથી ઠંડી ખુબજ વધી ગઈ છે તેવામાં અંબાલાલે વધુ એક આગાહી કરી છે. જેમાં તેઓએ આગામી 29ફેબ્રુઆરી સુધીની ભુક્કા કાઢી નાખી તેવી અગાહીઓ કરી છે આવો તમે વિગતે જણાવીએ.
રાજ્યમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે. દરમિયાન, હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. જેની અસર દેશના ઉત્તરી પર્વતીય વિસ્તારમાં 19 થી 22 સુધી જોવા મળશે. ભારે હિમ વર્ષા બાદ 22થી 24 ફેબ્રુઆરી દરમિયાન ઠંડી રહેશે અને 25થી 26 ફેબ્રુઆરીની સવાર-સાંજ ઠંડી રહેશે.ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 25થી 27 ફેબ્રુઆરી દરમિયાન સવાર અને રાત્રિના તાપમાનમાં 11 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે.
26થી 29 ફેબ્રુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 3થી 5 માર્ચ દરમિયાન મુંબઈમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. 5થી 7 માર્ચ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાશે.પરંતુ 18થી 29 માર્ચ સુધી વાતાવરણમાં મોટા ફેરફારો થવાની શક્યતા છે. 7 અને 8 માર્ચે વાતાવરણ બદલાશે. દિવસ દરમિયાન ગરમી રહેશે અને રાત્રે લાંબા સમય સુધી ઠંડી હવા રહેશે.
11થી 12 માર્ચે જોરદાર પવન ફૂંકશે અને વાતાવરણમાં મોટો ફેરફાર થશે. 18થી 19 માર્ચે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. હોળી પહેલાં વાતાવરણમાં મોટો ફેરફાર થઈ શકે છે. આવનારા દિવસોમાં ગુજરાતના લોકોએ વાતાવરણના આ ફેરફારોને ધ્યાનમાં રાખીને આગોતરી તૈયારી રાખવી જરૂરી છે.