IndiaNational

અમેરિકામાં વધુ એક ભારતીય પરિવારનું થયું મૃત્યુ !! છેલ્લા 9 વર્ષોથી અમેરિકામાં વસવાટ કરતા હતા ત્યાં અચાનક જ ચારેયની લાશ…હત્યા કે આત્મહત્યા?જાણો પુરી ઘટના

Spread the love

મિત્રો તમને ખબર જ હશે કે હાલ અનેક એવા યુવકો તથા પરિવાર છે જે વિદેશની અંદર વસવાટ કરી રહ્યા છે અને ખુબ તરક્કી પણ કરી ચુક્યા છે જયારે અનેક પરિવારો એવા પણ છે જેને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે પરંતુ મિત્રો હાલ અનેક ભારતીય લોકોની એવા ઘેલછા હોય છે. હાલ તો વિદેશમાં અનેક હત્યા તથા આત્મહત્યાની ઘટનાઓ પણ હાલ સામે આવી રહી છે.

એવામાં અમેરિકામાંથી એક ખુબ જ ધ્રુજાવી કહી શકાય તેવી ઘટના સામે આવી છે જ્યા ભારતીય મૂળના પરિવારના લાશ મૃત હાલતમાં મળી આવી હતી જેને લઈને ત્યાંની પોલીસે હત્યા કે આત્મહત્યાના આશંકા રાખીને ઘટનાની તપાસ હાથ ધરી છે, મૃતદેહ મળતા જાણવા મળ્યું છે કે પતિ તથા પતિના શરીર પર ગોળીના નિશાન લાગ્યા હોવાનું સૈન મેટો પોલીસે જણાવ્યું હતું .

અમેરિકાના કૈલિફોર્નિયાની અંદર આ ભારતીય પરિવાર સાથે ઘટના ઘટી હતી, જેમાં મૃતકોની ઓળખાણ થતા જાણવા મળ્યું છે કે 42 વર્ષીય આનંદ સુજીત હેનરી,40 વર્ષીય પત્ની એલિસ પ્રિયન્કા અને તેમના ચાર વર્ષના જુડવા બાળકો નૂહ અને નિથન તરીકે થઇ હતી.આ ઘટનાની જાણ ત્યારે થઇ જયારે મૃતકના પરિવારજનોએ ઘરે ફોન કર્યો પરંતુ કોઈએ રિસીવ ન કર્યો જે બાદ ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળ પર પોહચી ગઈ હતી.

મૃતક પરિવાર મૂળ કેરળનો રેહવાસાઈ હોવાનું સામે આવ્યું છે, હાલ તો આ ઘટના અંગે કોઈપણ જાતનો ખુલાસો થયો નથી કે આ ઘટના હત્યાની છે કે આત્મહત્યાની છે, એટલું જ નહીં ક્યાં કારણોસર આ ઘટના ઘટી છે તે અંગેની પણ કોઈ પ્રકારે જાણ થઇ નથી પણ હાલ પોલીસ આ ઘટના અંગે કડકમાં કડક તપાસ કરી રહી છે,મૃતક આનંદ અને એલિસ બંને આઇટી સેક્ટરમાં નોકરી કરતા હતા અને છેલ્લા 9 વર્ષોથી અમેરિકામાં રહેતા હતા. બે વર્ષો પેહલા જ ન્યુ જર્સીમાં સૈન મેટો કાઉન્ટીમાં રહેતા હતા. દંપતીએ વર્ષ 2020માં 17.42 કરોડ રૂપિયાનો બંગલો પણ ખરીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *