અમેરિકાની ભારતીય મુળની આ મહિલએ માતૃભૂમિ માટે જે કર્યો જાણીને ખુશ થઈ જાસો! કોરોના ની રસી પણ….
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે પૃથ્વી પર જન્મ લેનાર દરેક વ્યક્તિની ફરજ જરૂરિયાતમંદ લોકોની મદદ નો છે તેવામાં આપણે અનેક લોકો એવા જોયા છે કે જેતો પોતાનું તન મન અને ધન તમામ વસ્તુઓ દેશ સેવામાં સમર્પિત કરી મૂકે છે. અને મનુસ્ય સેવાને જ સાચી પ્રભુ ભક્તિ માને છે. આપણે અહીં એક એવીજ મહિલા વિશે વાત કરવાની છે કે જેઓ પોતાના આવા કાર્યને લઈને હાલમાં ચર્ચા માં છે.
આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ માટે પોતાનો દેશ અને માતૃભૂમિ ઘણી મહત્વની હોઇ છે. દરેક્ વ્યક્તિની ઇચ્છા પોતાની માતૃભૂમિ માટે કંઈક ને કંઈક કરવાની ઇચ્છા રહેતી હોઈ છે. આપણે અહીં ભારતીય મૂળ ની આવીજ એક મહિલા વિશે વાત કરવાની છે કે જેમણે માતૃભૂમિ નું ઋણ ચૂકવવાનો પ્રયાસ કર્યો છે.
આપણે અહીં ડો.નીતાબેન પટેલ અંગે વાત કરવાની છે. સૌ પ્રથમ જો વાત ડો.નીતાબેન પટેલ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ કોરોના સામે રસી સંશોધનમાં અગ્રણી કહી શકાય તેવી નોવાવેક્સ ફાર્મા કંપનીમા સિનિયર વેક્સીન ડેવલપમેન્ટ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે. આપણે સૌ જાણીએ છિએ કે કોરોના ના કારણે લોકો મોટી સંખ્યામાં મોતને ભેટ્યા છે.
તેવામાં લોકો અને તબિબો કોરોના ની સારવારમા લાગેલા છે. તેવામાં એક નામ ડો.નીતાબેન પટેલ છે જણાવી દઈએ કે તેઓ મૂળ સોજિત્રાના અને અમેરિકા સ્થાયી થયેલા છે. જણાવી દઈએ કે હાલમાં ડો. નીતાબહેન પટેલ સોજીત્રા આવ્યાં છે. અને અહીં વિવિધ કાર્યક્રમમાં જોડ્યા હતા આ પ્રસંગે સોજિત્રાના કેળવણી સહાયક મંડળ દ્વારા ડો નીતા બેનનું સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં અહીંના વિદ્યાર્થિનીઓએ કુમકુમ તિલકથી ડો.નીતાબેન પટેલ નું સ્વાગત કર્યું હતું. ઉપરાંત આ મંડળ અને જે.એસ. પટેલ હાઈસ્કૂલ ફોર ગર્લ્સ દ્વારા પણ ડો. નીતાબહેન પટેલનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડો. નીતાબહેને કેળવણી સહાયક મંડળને પાંચ હજાર ડોલર જેટલી રકમ જે.એસ. પટેલ હાઈસ્કૂલ ફોર ગર્લ્સને કોમ્પ્યુટર લાવવા માટે આપવાની જાહેરાત કરી હતી. જ્યારે સન્માન બદલ આભાર માન્યો હતો.