વરસાદી માહોલ ની વચ્ચે સુરેન્દ્રનગર ના આકાશ માં ભયાનક દ્રશ્ય જોવા મળતા લોકો માં ભય અને કુતુહલ નો માહોલ સર્જાયો. જુઓ ફોટા.
હાલ માં ગુજરાત માં વરસાદી માહોલ જામ્યો છે. એવામાં ગુજરાત ના લોકો ને ગરમી થી રાહત મળી છે. ગુજરાત માં છેલ્લા ઘણા સમય થી ગરમી નો પારો 40 ડિગ્રી ને આસપાસ રહેતો હતો. હવામાન વિભાગ દ્વારા આગળ પણ ગુજરાત ના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં ભારે વરસાદ ની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એવામાં સુરેન્દ્રનગર થી વાવઝોડા એની ભયંકર ઘટના સામે આવી છે.
સુરેન્દ્રનગર માં વંટોળ ની એવી ઘટના બની કે જેના પગલે લોકો માં ભારે ડર નો માહોલ સર્જાયો હતો. સુરેન્દ્રરનગર ના લખતર તાલુકા ના વિરમગામ ના ગ્રામ્ય વિસ્તાર માં વાવાઝોડા અને વરસાદ ને કારણે ભયંકર ઘટના બની હતી. જેમાં લખતર તાલુકા માં વિઠ્ઠલપરા જ્યોતિપરા ગામના આજુબાજુ ના વિસ્તારો માં એક ભયાનક વંટોળ જોવા મળ્યું હતું.
જેમાં આકાશ માં વિચિત્ર દ્રશ્ય જોવા મળ્યું હતું. આકાશ માં સફેદ વાદળો ની વચ્ચે સફેદ સફેદ ગોળાકાર ચક્રો જેવું વંટોળ ઉભું થયું હતું. આ વિચિત્ર વંટોળ જોતા જ ગામના લોકો માં ભય નો માહોલ સર્જાયો હતો. આ ભયાનક વંટોળ માં વાવાઝોડા ની અસર ના કારણે લોકો ના કાચા મકાનો ને ખુબ નુકશાન થવા પામ્યું હતું. લોકો ના ઘરો ના છાપરા પણ ઉડી ગયા હતા. ગામના મોટા મોટા વીજપોલ ધરાશાયી થવા પામ્યા હતા.
થાંભલા પડી જવાના કારણે લગભગ 18 કલાક સુધી વીજળી ગુલ થઇ ગઈ હતી.તંત્ર દ્વારા ઝડપ થી લોકો ની મદદે પહોંચી જવા તૈયારીઓ શરુ કરી હતી. આ વંટોળ આકાશ માં દેખાતા લોકો ના મનમાં કુતુહલ નો માહોલ સર્જાયો હતો. અને લોકો એ આ ઘટના પોતાના મોબાઈલ ફોન માં કેદ કરી હતી. હજુ પણ ગુજરાત ના કેટલાક વિસ્તારો માં ભારે વરસાદ ની આગાહીઓ કરવામાં આવી રહી છે. જેમાં સૌરાટ્ર અને દક્ષિણ ગુજરાત ના કેટલાક જિલ્લા માં વરસાદ પડવાની સંભાવનાઓ છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.