સદીના મહાનાયક એટલે અમિતાભ બચ્ચન એક જમાનામાં અમિતાભ બચ્ચનનું ખૂબ મોટું નામ હતું. આજે ભારતમાં વસતા કરોડોના લોકોના દિલોમાં અમિતાભ બચ્ચન રાજ કરે છે. આજે પણ અમિતાભ બચ્ચન મુવીમાં કામ કરતા જોવા મળે છે. કોન બનેગા કરોડપતિ શોને હોસ્ટ કરતા જોવા મળે છે. અમિતાભ બચ્ચન આમ તો દર રવિવારના દિવસે તેના ચાહકો ને મળવા માટેના ખાસ કાર્યક્રમનું આયોજન કરતા હોય છે. જેમાં ચાહકોની ભીડ મોટી સંખ્યામાં તેના ઘરની નજીક આવી પહોંચતી હોય છે.
આ રવિવારના રોજ અમિતાભ બચ્ચનની ચાહકોને મળવાનો કાર્યક્રમ કર્યો હતો. જેમાં એક નાનો બાળક અમિતાભ બચ્ચનનો સુરક્ષા ઘેરો તોડીને અમિતાભ બચ્ચનની સાવ નજીક પહોંચી ગયો હતો. જે બાદ અમિતાભ બચ્ચને આ બાળકની સાથે થોડી ઘણી વાતો પણ કરી હતી. અમિતાભ બચ્ચન ની સુરક્ષા ઘેરા માટેના બાઉન્સરો રહેલા હોય છે. તેવામાં બાઉન્સરો ને પણ ચકમો આપીને એક નાનો એવો બાળક અમિતાભ બચ્ચનની પાસે પહોંચી ગયો હતો.
બાઉન્સરો એ તેને પકડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે બાળક ગમે તેમ કરીને અમિતાભ બચ્ચનને મળવા માંગતો હતો આથી તે સાવ નજીક પહોંચી ગયો હતો. ફોટોગ્રાફમાં જોવા મળે છે તેમ આ બાળક અમિતાભ બચ્ચન ની નજીક આવીને તેને પગે લાગે છે બાદમાં તેની એક પેઇન્ટિંગ હોય છે તેના ઉપર અમિતાભ બચ્ચન નો ઓટોગ્રાફ લે છે અમિતાભ બચ્ચન પણ તેને ઓટોગ્રાફ આપે છે. અમિતાભ બચ્ચન કહે છે કે તે વર્તુળને તોડીને દોડ્યો દિલાસો આપ્યો તેના પેઇન્ટિંગ નો ઓટોગ્રાફ આપ્યો અને તેને તેના પિતાનો પત્ર આપ્યો ચાહકોની લાગણીઓ.
વધુમાં અમિતાભ બચ્ચને આ ફોટો શેર કરીને કહ્યું હતું કે જ્યારે હું એકલો હોવ ત્યારે તે મને ઉત્સાહ આપે છે કેવી રીતે ક્યારે કેમ! આમ અમિતાભ બચ્ચન ને જોવા માટે તેના ઘરની બહાર લોકોની ભીડ ઉમટી પડતી હોય છે. અમિતાભ બચ્ચનના પરિવાર ની વાત કરવામાં આવે તો અમિતાભ બચ્ચનનું આખું પરિવાર બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલો પરિવાર છે. તેના પત્ની તેનો પુત્ર અને પુત્રવધુ તમામ લોકો મુવીમાં પોતાનું યોગદાન આપતા રહે છે અને આજે આલઈસાન રીતે જીવન જીવતા જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!