Categories
India

સદી ના મહાનાયક અમિતાભ ની સાચી અટક ‘બચ્ચન’ નહીં પરંતુ બીજી હતી સાચી અટક જાણી લાગશે શોક જાણો વિગતે.

Spread the love

બોલીવુડના એક સદીના મહાનાયક એટલે અમિતાભ બચ્ચન. બોલીવુડમાં અમિતાભ બચ્ચનનું જેવું નામ છે તેવું નામ કોઈપણ એક્ટર્સને જોવા મળતું નથી. અમિતાભ બચ્ચનને એક થી એક ચડીયાતિ મુવીમાં કામ કરેલા છે અને તેના ચાહકોની સંખ્યા કરોડોમાં જોવા મળે છે. આજે પણ અમિતાભ બચ્ચન ભારતના પ્રખ્યાત શો કોન બનેગા કરોડપતિ ને હોસ્ટ કરી રહ્યા છે.

અમિતાભ બચ્ચન ના આ શોમાં આવતા સ્પર્ધકો સાથે પોતાના અંગત જીવનને લઈને પણ ખાસ એવી ચર્ચા કરતા હોય છે. અમિતાભ બચ્ચને થોડા સમય પહેલા આ શોમાં તેની અટકને લઈને ચર્ચા કરી હતી. શું તમે જાણો છો કે અમિતાભ બચ્ચનની સાચી અટક શું છે તો આજે અમે તમને જણાવીશું કે બીગ બીની સાચી અટક શું છે અને તેને બચ્ચન અટક શી રીતે મળી.

તો જાણવા મળ્યું કે અમિતાભ બચ્ચન ને અટક તેમના પિતા તરફથી મળી હતી. તેમના પિતા એટલે હરિવંશરાય બચ્ચન અમિતાભ બચ્ચનને જણાવ્યું કે તેમના પિતા જાતિ ના બંધનથી પોતાને આઝાદ કરવા ઈચ્છતા હતા અને આજ કારણે તેને તેમની અટક આગળ લઈ જવી ન હતી અને અમિતાભ બચ્ચનના પિતા એક કવિ હતા તો લોકો દ્વારા તેમને બચ્ચનનું ઉપનામ આપવામાં આવ્યું હતું.

અમિતાભ બચ્ચનને જણાવ્યું કે જ્યારે તેમના માતા પિતા તેમને શાળામાં પ્રવેશ કરાવવા માટે ગયા હતા ત્યારે તેને ત્યાં અટક પૂછવામાં આવ્યું. ત્યારે માતા પિતાએ અટક શું હોવી જોઈએ તે નિર્ણય લઈ લીધો અને કહ્યું કે તેમની અટક બચ્ચન છે અને આ રીતે અમિતાભને બચ્ચન અટક મળી હતી તો તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનની સાચી અટક શ્રીવાસ્તવ હતી.

શ્રીવાસ્તવ અટકને હટાવીને તેમના પિતાએ બચ્ચન અટક રખાવી હતી. આમ અમિતાભ બચ્ચન ને પોતાના જીવનને લગતી આ વાત શેર કરી હતી. આજે અમિતાભ બચ્ચન મુવીમાં પણ હજુ કામ કરતા જોવા મળે છે. થોડા સમય પહેલા જ તેની મુવી રિલીઝ થઈ હતી આજે પણ તેના ચાહકોની સંખ્યા વધતી જાય છે બોલીવુડ સાથે સંકળાયેલો જોવા મળે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *