30-દિવસ ના પ્રેમસંબંધ માં 8-વર્ષ ના લગ્ન સંબંધ નો આવ્યો અંત. વિધર્મી પ્રેમી સાથે મળી પતિ ને ઉતારી દીધો મોત ને ઘાટ.
રોજબરોજ હત્યા ના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. એવી જ એક ઘટના ફરી સામે આવી છે. જેમાં અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા એક પરિણીત યુવાનનું મોતની નીપજ્યું છે. વધુ વિગતે વાત કરવામાં આવે તો સાવરકુંડલાના વિરડી ગામના રહેવાસી પટેલ ખેડૂત ગોબરભાઇ લક્કડ કે જેને ચાર દિવસ પહેલા પોતાનો પુત્ર ગુમાવ્યો છે. હત્યા પાછળનું કારણ મૃતક ની પત્ની ના અનૈતિક સંબંધ હોવાનું બહાર આવ્યું છે.
વધુ વિગતે વાત કરવામાં આવે તો મૃતક ના પિતા ગોબરભાઇ લકડે જણાવ્યું કે તેઓ ખેતી કરીને ગુજરાન ચલાવે છે. તેને બે દીકરા છે જેમાં મોટો દીકરો ઉદય સુરતમાં હીરા ઘસે છે જ્યારે નાનો દીકરો મહેશ તેની સાથે ખેતીનું કામ કરતો હતો. નાના દીકરા મહેશના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતા. તેની પુત્રવધનું નામ મિરલ ઉર્ફે મીરા છે. દીકરા મહેશે થોડા દિવસ પહેલા કહ્યું કે તે અમદાવાદ જવાનું વિચારે છે. અમદાવાદમાં મહેશનું સાસરુ પણ છે.
દસેક મહિના પહેલા અમદાવાદના નિકોલમાં કૃષ્ણનગરમાં મહેશ અને તેની પત્ની સસરા ના ઘરે રહેવા આવી ગયા હતા. એવામાં મૃતકની પત્ની મીરા કે જેના પિતાના ઘરની નજીકમાં રહેતી ખુશી નામની યુવતી સાથે મિત્રતા થઈ હતી. ખુશીનો એક મિત્ર કે જેનું નામ અનસ ઉર્ફે લાલો મનસુરી હતું. ખુશી મારફતે મીરા અને અનસ મનસુરી ની મિત્રતા થઈ અને તેઓ એકબીજાના પ્રેમમાં પડી ગયા.
માત્ર 30 દિવસ માં બંધાયેલો મિત્રતાનો સંબંધ પ્રેમમાં પરિણમ્યો હતો અને અનશ મનસુરી કે જે મીરાના ઘરે અવારનવાર આવતો હતો. ત્યારે તેનો પતિ મહેશ તેને કહેતો હતો કે આ શા માટે વારંવાર ઘરે આવે છે. તો તેની પત્ની મીરાએ કહ્યું કે તેણે તેને ભાઈ માનેલો છે આથી તે ઘરે આવે છે. પરંતુ વીધર્મી અનશ મનસુરી અને મીરાએ એકબીજા સાથે રહેવાનું નક્કી કરી લીધું હતું.
આથી તેઓએ તેની મિત્ર ખુશી સાથે મળીને મીરાના પતિ મહેશને રસ્તામાંથી હટાવવા નો પ્લાન તૈયાર કરતા હતા. એવામાં મહેશ અને તેના પરિવારની સાથે ખુશી અને અનસ મન્સૂરી કે જેઓ માઉન્ટ આબુ ફરવા ગયા હતા. માઉન્ટ આબુમાં જ મહેશને રસ્તામાંથી હટાવવાનો પ્લાન કર્યો હતો. પરંતુ ત્યાં મોકો મળ્યો ન હતો.
એવામાં પાંચ તારીખે અનશ મહેશને ફોસલાવીને તેના ઘરે ચા પીવા લઈ ગયો હતો અને પોતાના ઘરની પાછળ આવેલી વાડીમાં બંને બેઠા હતા એ સમયે અનસે પાછળથી આવીને મહેશને છરી મારી દીધી હતી. જેના દ્વારા મહેશની સ્વરપેટી માંથી લોહી નીકળવા ને કારણે તેનું મોત થઈ ચૂક્યું હતું. આમ આખી ઘટના સામે આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!