Categories
India

ભારતીય યુવતી ટેનિસ ટુર્નામેન્ટ રમવા પાકિસ્તાન ગઈ જ્યાં એક પાકિસ્તાની વ્યક્તિ એ તેને કાર માં લિફ્ટ આપી ત્યારબાદ થયું એવું કે જુઓ વિડીયો.

Spread the love

ભારત દેશ વચ્ચે અને પાકિસ્તાન દેશ વચ્ચે વર્ષોથી દુશ્મના વટ ભરી પરિસ્થિતિ જોવા મળે છે. જ્યાર થી ભારત દેશ આઝાદ થયો ત્યારથી ભારત અને પાકિસ્તાન દેશ વચ્ચે બે થી ત્રણ વાર યુદ્ધ પણ થઈ ચૂકેલા છે અને જ્યારે આ બંને દેશો ની ક્રિકેટ મેચ હોય ત્યારે પણ તેના ચાહકોમાં ખૂબ જ કસાકસી ભર્યું વાતાવરણ જોવા મળે છે.

પરંતુ આ એક વિડિયો શેર થયેલો જોવા મળે છે. જેમાં બે ભારતીય યુવતીઓ કે જેને આંતરરાષ્ટ્રીય ટેનિસ ટુર્નામેન્ટ માટે પાકિસ્તાનમાં રમવા જવાનું હતું. આ બાબતે પાકિસ્તાનમાં તેની સાથે જે ઘટના બની તે ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વધુ વિગતે જાણીએ તો હૈદરાબાદમાં રહેતી બે ખેલાડી યુવતીઓ કે જેને પાકિસ્તાનના ઇસ્લામા બાદ શહેરમાં આંતરરાષ્ટ્રીય ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે જવાનું હતું.

તો તે સૌ પ્રથમ ભારત દેશમાંથી પાકિસ્તાનમાં ગઈ ત્યારે તે યુવતીઓ સાથે તેના પરિવારના બે સભ્યો પણ હતા. જ્યારે તેને પાકિસ્તાનમાં પગ મૂક્યો ત્યારે આ પરિવારે એક સ્થાનિક રહેવાસી પાસે લિફ્ટ માંગી જેના બાદ પાકિસ્તાનમાં રહેતો એક યુવાન કે જેને આ આખા પરિવારને પોતાની કારમાં લિફ્ટ આપી હતી અને ત્યારબાદ તેને એક હોટલમાં જમવા માટે લઈ ગયા હતા અને ભારતીય લોકો ની આગતાસ્વાગતા ખૂબ જ સારી રીતે કરી જોવા મળે છે.

આ વીડિયોને તાહિર ખાન નામના એક ટ્વિટર યુઝરે પોતાના એકાઉન્ટ ઉપર શેર કરેલો છે. વીડિયોમાં જોવા મળે છે તેમ આખું ભારતીય પરિવાર પાકિસ્તાનમાં રહીને ભોજન કરે છે અને એક યુવાન તેને બધી માહિતી પૂછતો જોવા મળે છે. ત્યારબાદ ભારતીય પરિવારના લોકો પોતાના અનુભવો પણ જણાવે છે. આ વિડીયો જોઈને લોકો ખૂબ જ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને આ વીડિયોને ખૂબ જ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *