જામનગરની આ જ્ગ્યામાં અનંત અને રાધિકાનું થશે ભવ્ય પ્રિ-વેડિંગ ! આલીશાન સજાવટ થી લઇ…જુઓ આ તસવીરો
હાલમાં જામનગર ખાતે અંબાણી પરિવાર દ્વારા પ્રિ વેડિંગ સેલિબ્રેશન ની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે હાલમાં જ પ્રિ વેડિંગ જે જગ્યાએ થવાનું છે, ત્યાંનો શાનદાર વિડીયો સામે આવ્યો છે. હાલમાં સોશિયલ મીડિયામાં માત્ર ને માત્ર અંબાણી પરિવાર દ્વારા આયોજિત પ્રિ વેદિંગની ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે કારણ કે આપણે પણ સૌ કોઈ જાણીએ છે કે અંબાણી પરિવારમાં કોઈપણ નાનો કે મોટો પ્રસંગ હોય તો તે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
હાલમાં પ્રિ વેડિંગ સેલરિબ્રેશનને લઈને લગ્નના સ્થળને પણ ખૂબ જ આલીશાન અને ભવ્ય રીતે તૈયાર કરવામાં આવેલ છે. તમને જણાવી દઈએ કે આ પ્રિ વેડિંગ સેલિબ્રેશન રિલાયન્સ ગ્રીન્સ ખાતે યોજાશે.આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યો છે. દુનિયા ભરમાં લોકોની નજર જામનગર પર છે કારણ કે જામનગર ગુજરાતનું એક એવું શહેર બનશે કે જેની ધરતી પર વિશ્વ વિખ્યાત લોકો મહેમાન બનીને આવશે. તમને જાણીને નવાઈ લાગશે કે ૧૦૦૦ લોકો ને ૨૫૦૦ થી વધારે વાનગીઓ પીરસવામાં આવશે.
વિચાર કરો કે આ પ્રિ વેડિંગ શેરમની કેટલું આલીશાન અને શાનદાર હશે? ગઇકાલના રોજ પ્રિ વેદિંગનું આમંત્રણ કાર્ડ પણ સામે આવ્યું હતું ત્યારે હાલમાં વેન્યું પ્લેસનો વિડીયો સામે આવ્યો છે અને તમે જોઈ શકશો કે રાજાના મહેલોની જેમ જ ભવ્ય અને શાનદાર ગેટ બનાવવામાં આવેલ છે. રિલાયન્સ ગ્રીન્સમાં જ તમામ પ્રસંગોની ઉજવણી થશે અને ત્રણ દિવસ સુધી તમામ દેશ વિદેશના લોકો આ લગન સમારોહનો આનંદ માણશે.
View this post on Instagram