108-કિલો વજન ઘટાડ્યા બાદ ફરી વધેલા વજન નો શિકાર થયા ‘અનંત અંબાણી’ કારણ કે અનંત અંબાણી પોતાને, જાણો.
દુનિયાના અને ભારતના ધનિક વ્યક્તિઓમાં સામેલ ભારતના ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને તેનો પરિવાર આજે આલેશાન રીતે જીવન જીવી રહ્યો છે. થોડા દિવસો પહેલા મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીની સગાઈ તેની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે થઈ હતી. પરંતુ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના સગાઈ ના ફોટો સામે આવતા તેમાં જોવા મળે છે તેમ અનંત અંબાણી નું વજન ફરીથી ખૂબ જ વધી ગયેલ જોવા મળે છે.
અનંત અંબાણી નું વજન ઘણા વર્ષો પહેલા ખૂબ જ વધી ગયું હતું. પરંતુ અનંત અંબાણીએ 108 કિલોગ્રામ જેટલું વજન ઘટાડી દીધું હતું. આશરે ત્રણ વર્ષો સુધી તેને પોતાનું વજન મેન્ટેન્ટ કર્યું હતું. પરંતુ સગાઈના ફોટોમાં સાફ નજર આવે છે કે અનંત અંબાણી નું વજન ફરીથી ખૂબ જ વધી ગયેલું જોવા મળે છે. તો શા માટે તેનું વજન ફરીથી વધી ગયું તેના વિશે આજે અમે તમને જણાવીશું.
અનંત અંબાણી પોતાના મેદસ્વી થવાને કારણે ખૂબ જ ચર્ચાનો વિષય બની રહ્યા છે. શા કારણે તેનું વજન ફરીથી વધુ ગયું તો ચાલો જાણીએ. સૌથી પહેલા તો આપણે એ જાણવું જોઈએ કે એક વાર વજન ઘટાડ્યા બાદ તેને મેન્ટેન કરવું ખૂબ જ જરૂરી છે. એટલે કે વજન ને મેન્ટેન કરવા માટે રોજબરોજ એક્સરસાઇઝ કરવી પણ જરૂરી હોય છે. અનંત આ ઉપરાંત યોગ, વેટ ટ્રેનિંગ અને અન્ય પ્રકારની એક્સરસાઈઝ કરતો હતો. આ ઉપરાંત, ડાયટનું ખાસ ધ્યાન રાખતો હતો.
અનંતની ડાયટમાં હેલ્ધી ફેટ, પ્રોટીનનો વધુ ડોઝ જતો હતો. આ સાથે જ ફળ, પનીર, ક્વેનોઆ આપવામાં આવતા હતા. હવે તેનું વજન ફરીવાર વધેલું દેખાઈ રહ્યું છે. વજનને કંટ્રોલ કર્યા બાદ તેને મેનેજ કરવું ખૂબ જ જરૂરી છે. હેલ્થ વેબસાઈટ અનુસાર અનંત અંબાણીની દિનચર્યા પહેલા જેવી રહી ન હતી. તે પહેલાની જેમ અનહેલ્થી થી ડાયટ લઈ રહ્યો હતો અને એક્સરસાઇઝ પણ છોડી દીધી હતી. આથી તેનું વજન ફરીથી વધી ગયેલું જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!