India

અનંત ની દુલ્હને રાની હાર સાથે ગુલાબી લહેન્ગો, મેચિંગ ઇયરીન્ગ્સ, સાથે લીધો હતો સંપૂર્ણ ભારતીય લુક ! જાણે કે અપ્સરા, જુઓ તસ્વીરો.

Spread the love

19 જાન્યુઆરી 2023 ના રોજ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીનો સગાઈ સમારોહ યોજવામાં આવ્યો હતો. ખૂબ જ આલીશાન અને ભવ્ય સગાઈ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. બોલીવુડના સ્ટાર ઉપરાંત ક્રિકેટર સચિન તેંડુલકર પણ આ સગાઈ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આખો અંબાણી પરિવાર અને તેનું ઘર લાઈટોના ડેકોરેશનથી ઝગમગી રહ્યું હતું.

આખો અંબાણી પરિવાર શાનદાર કપડામાં ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો. અનંત અંબાણીની મંગેતર રાધિકા મર્ચન્ટ ની વાત કરવામાં આવે તો રાધિકા મર્ચન્ટ તેની સગાઈમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. રાધિકા મર્ચન્ટની મહેંદી સેરેમની કેટલીક તસવીરો સામે આવી છે. જેને જોઈને લોકો રાધિકા મર્ચન્ટની ખૂબ તારીફ કરી રહ્યા છે. પોતાની મહેંદી સેરેમની માં રાધિકા મર્ચન્ટ પિંક લહેંગામાં જોવા મળી હતી.

રાધિકાએ ગુલાબી લહેંગા સાથે ‘રાની હાર’ પહેર્યો હતો. તમને જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટ પહેલા બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ તેમના લગ્નમાં તેને પહેરી ચુકી છે. નીતા અંબાણીની ભાવિ પુત્રવધૂએ લહેંગા સાથે પોલ્કી ચોકર નેકલેસ, મેચિંગ એરિંગ્સ અને માંગ ટીક્કા પહેર્યા છે. યુઝર્સ રાધિકાનો લુક અને તેનો ડાન્સ પસંદ કરી રહ્યા છે. રાધિકા મર્ચન્ટે તેની મહેંદી માટે સંપૂર્ણ ભારતીય લુક લીધો છે.

તેણે લહેંગા સાથે ગૂંથેલી વેણી બનાવી છે. જેને હેર એસેસરીઝ સાથે સ્ટાઇલ કરવામાં આવી છે. ઓવરઓલ લુકની વાત કરીએ તો રાધિકા ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. ભારતીય લુકમાં રાધિકા મર્ચન્ટ ખૂબ જ સુંદર લાગી રહી હતી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ વચ્ચે ખૂબ જ સુંદર એવું બોન્ડીંગ જોવા મળે છે. નાનપણથી બંને એકબીજાને ઓળખે છે અને નાનપણા નો સંબંધ સગાઈમાં ફેરવાય ચૂક્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *