પ્રખ્યાત શો ‘પંડ્યા સ્ટોર’ની અનિતા લગ્ન ના બંધન માં બંધાય ! તેના બોયફ્રેન્ડ…જુઓ ખાસ તસ્વીર.
આ દિવસોમાં ટીવીની દુનિયામાં લોકપ્રિય શો ‘પંડ્યા સ્ટોર’ ધૂમ મચાવી રહ્યો છે. શોમાં જોવા મળેલા દરેક પાત્રને પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. શોની અનિતાને પણ ચાહકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. હવે આ દરમિયાન ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં, અનિતાના પાત્રથી ઘર-ઘર માં ફેમસ થયેલી એક્ટ્રેસ સૃષ્ટિ મહેશ્વરીએ પોતાના લાંબા સમયના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા છે.
સૃષ્ટિ મહેશ્વરીએ 19-જૂને એન્જિનિયર કરણ વૈદ્ય સાથે લગ્ન કર્યા છે. બંનેએ જયપુરમાં લગ્ન કર્યા હતા જ્યાં તેમના કેટલાક ખાસ મિત્રો અને પરિવારના સભ્યોએ હાજરી આપી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર લગ્ન સાથે જોડાયેલી તસવીરો સામે આવી છે. જેના પર ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. આ સાથે જ કપલને લગ્ન માટે સતત અભિનંદન મળી રહ્યા છે.
વાયરલ થયેલી તસવીરમાં જોઈ શકાય છે કે સૃષ્ટિ મહેશ્વરીએ તેના લગ્નમાં લાલ રંગની જોડી પહેરી હતી. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. લાલ કપડાં પર ગોલ્ડન વર્ક હતું જે તેના બ્રાઇડલ લુકને પૂર્ણ કરી રહ્યું હતું. જયારે વરરાજાએ વ્હાઇટ અને ગોલ્ડ કલરની શેરવાની પહેરી હતી. જેમાં તે ખૂબ જ હેન્ડસમ પણ લાગી રહ્યો હતો.
માળા પહેરાવવા દરમિયાન કરણવીર સૃષ્ટિ મહેશ્વરીની સામે ઘૂંટણિયે પડી ગયો. આ પછી સૃષ્ટિએ તેમને માળા પહેરાવી.સૃષ્ટિ મહેશ્વરીના કરિયરની વાત કરીએ તો તેણે ઘણી લોકપ્રિય ટીવી સિરિયલોમાં કામ કર્યું છે જેમાં ‘થપકી પ્યાર કી’, ‘આલદિન’, ‘નામ તો સુના હી હોગા’, ‘દો દિલ બંધે એક ડોરી સે’, ‘દિવ્યા દૃષ્ટિ’ જેવી ઘણી લોકપ્રિય છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.