અન્નના એક એક દાણાની શું કિંમત હોય છે તે તમને આ વિડીયો જોઈને ખબર પડી જશે ! કમજોર દિલ ધરાવનવાર લોકો આ વિડીયો ના જુએ
અન્ન એક એવી વસ્તુ છે જેને મળે તેને ઘણું બધું મળતું હોય છે જયારે જેને ન મળે તેને સાવ નથી મળતું હોતું, આથી જ તમે જોયું હશે કે જ્યા અન્ન વધારે આપવામાં આવતું હોય છે ત્યાં ખુબ વધારે બગાડો થતો હોય છે જયારે જ્યા ઓછું અન્ન આપવામાં આવતું હોય છે ત્યાં તેનો ખુબ આદર કરીને ગ્રહણ કરવામાં આવતું હોય છે. આથી જ એમ પણ કહેવાય છે કે એક અન્નના દાણાની અગત્યતા આપણને ત્યારે જ સમજાય જયારે તેની અછત પડે.
આજના આ લેખના માધ્યમથી અમે એક આવો જ વિડીયો લઈને આવ્યા છીએ જેને જોયા બાદ ખરેખર તમને અન્નની મહત્વતા ખુબ સારી રીતે સમજાય જશે. આમ તો તમે જોયું જ હશે કે લગ્ન પ્રસન્ગ હોય કે કોઈ સામાજિક મેળાવડો તેવી તમામ જગ્યાએ અનેક લોકો ખુબ વધારે અન્નનું અપમાન કરતા હોય છે, એટલું જ નહીં ઘણો બધો ખોરાક એઠો મૂકી દેતા હોય છે, તેવા તમામ લોકોને ડાંખળી આપે તેવો વિડીયો હાલ વાયરલ થઇ રહ્યો છે.
વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક મોટી ઉંમરના કાકા ગાડી નીચે પોતાની ડીશ લઈને જમી રહ્યા છે કારણ કે તેઓના માટે ન તો પોતાનું મોઢું ઢંકાય તેવી છત્રછાયા છે અને ન તો કોઈ વધારે ખોરાક પ્રાપ્ત થાય તેવી સુવિધા આથી જ તે પોતાની પાસે રહેલા આ ખોરાકની મહત્વતા જાણી રહ્યો છે અને તેને મળેલા ખોરાકને ખુબ આદર પૂર્વક ગ્રહણ કરી રહ્યો છે.
ખરેખર આવા વિડીયો આપણી સામે આવતા રહેતા સૌ કોઈ ભાવુક થઇ જતું હોય છે, એટલું જ નહીં અનેક લોકોએ આવા વિડીયોમાંથી કાંઈક શીખ લેવી જોઈએ કારણ કે અન્નનું અપમાન એટલે ભગવાનનું અપમાન. અપમાનની વાત તો છોડો પરંતુ જે વ્યક્તિને મેહનત કર્યા બાદ પણ પૂરતું જમવાનું નથી મળતું તેવા તમામ લોકોને આ અન્નના એક એક દાણાના મહત્વ વિશે પૂછવું જોઈએ.
an empty pockets & Hungry Stomach can teach you the most valuable lesson in Life, 😨
nothing is permanent…! not even your pain😞So be strong to face the challenges 💪💪
जनसंख्या नियंत्रण #stockmarkets #EDRaid #Uttarakhand #arrested #WorldBloodDonorDay #Devara #TamannaahBhatia pic.twitter.com/1X8CjLQ5D4— Daphi (@Dafi_syiemz) June 14, 2023