જૂનાગઢમાં છેડાયો વધુ એક મોટો વિવાદ!! આ કારણે સનાતન ધર્મના સંતો છે રોશે.. જાણો શું છે પૂરો મામલો??
હાલમાં જ ગિરનારના સાધુ સંતો અને જૈન લોકો વચ્ચે વિવાદ થયો છે. આ સમગ્ર ઘટનાના અંગે અમે આપને વિગતવાર જણાવીશું. હાલમાં જ મીડિયાના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, દિગંબર જૈનના લોકો દ્વારા દત્ત શિખર પર કેટલાક લોકો દ્વારા દત્તાત્રેય દેવસ્થાનમાં હલ્લાબોલ કરીને મૂર્તિ સાથે છેડછાડનોકરવાનો પ્રયાસ કરેલ.
પૂજારી દીપક બાપુએ ભવનાથ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. હાલમાં જ વધુ એક માહિતી સામે આવી છે કે, ગિરનાર વિવાદને લઇને ભારતી આશ્રમના મહંત ભારતી હરિયાનંદ બાપુનું નિવેદન સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલો કોર્ટમાં હોવાથી કોર્ટ મુજબ ચાલવું જોઇએ. દત્તાત્રેય શિખર પર વારંવાર અશાંતિ ફેલાવવાના પ્રયાસો થઇ રહ્યો છે. જો આવું ફરી થશે તો અમે શાંત નહીં બેસીએ.
જે ઘટના બની રહી છે તે ખૂબ જ દુઃખદ છે. આ પ્રશ્નનો ઉકેલ કોર્ટ કે પોલીસ તપાસથી નહીં આવે, બંને પક્ષના મોટા સંતો આનો ઉકેલ લાવશે તો આ મામલો ઉકેલાશે.
ગઈકાલે જૈન સંઘના લોકોએ શિખર પર હોબાળો મચાવ્યો હતો અને ગુરુ દત્તાત્રેયની ચરણપાદુકા ફેંકવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. જૈન સંઘના કૃત્યથી સાધુ-સંતો અને ભવનાથના સંતો લાલઘુમ થયા છે. વરસોથી જૈન અને હિંદુઓ વચ્ચે દત્ત શિખર પરના ચરણાવિંદના લીધે વિવાદ ચાલી રહ્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.