ભાજપ ના ઉમેદવાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના પત્ની રીવાબા જાડેજા ની અનસુની કહાની. જાણો તેનો અભ્યાસ, જાણો તેને શું છે શોખ?
હાલમાં આપણા ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ખૂબ જોવા મળે છે. આપણા ગુજરાતમાં વિધાનસભા ની ચૂંટણી યોજવા જઈ રહી છે. ગુજરાતમાં ચૂંટણીની તારીખ અને ચૂંટણીના પરિણામની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. દરેક પક્ષોએ પોતાના ઉમેદવારો પણ મેદાનમાં ઉતારી દીધા છે અને ગુજરાત ઉપર રાજ કરવા માટે ખૂબ જોર લગાવી રહ્યા છે. મોટા મોટા નેતાઓ ગુજરાતના આટા ફેરા કરવા લાગ્યા છે.
એવામાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ની વાત કરવામાં આવે તો ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ની પત્ની રીવાબા જાડેજા આ દિવસોમાં ખાસ ચર્ચાનો વિષય બન્યા છે. કારણકે ભાજપ એ તેમને ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના ઉત્તર તરફથી મેદાનમાં ઉમેદવાર તરીકે ઉતારેલા છે. રીવાબા જાડેજા ની સાથે તેના પતિ રવિન્દ્ર જાડેજા પણ ચૂંટણી પ્રચારમાં જોવા મળે છે. રીવાબા જાડેજાએ વર્ષ 2019 માં લોકસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.
વર્ષ 2016માં રિવાબા અને રવિન્દ્ર જાડેજાએ લવ મેરેજ કર્યા હતા અને રીવાબા જાડેજા નું સાચું નામ રિવાબા સોલંકી છે. રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા બાદ તેનું નામ રીવાબા જાડેજા થયું. રિવાબા જાડેજાએ મિકેનિકલ એન્જિનિયરિંગ નો અભ્યાસ કરેલો છે તે ખૂબ જ ફેશનેબલ જીવન જીવે છે. પરંતુ રાજકારણમાં જોડાયા બાદ તે હંમેશા સાડી પહેરેલી જ જોવા મળે છે. તેમની પાસે એક થી એક સારું સાડીઓનું કલેક્શન પણ જોવા મળે છે. વર્ષ 2019 પહેલા રાજકારણમાં ન હતા ત્યારે તે મોટાભાગે વેસ્ટન આઉટ ફીટ માં જોવા મળતા હતા.
પરંતુ હવે છેલ્લા ત્રણ વર્ષથી તેના ફોટાઓમાં જોઈ શકાય છે કે તેમ 90% માં સાડીઓમાં જ જોવા મળતા હોય છે. હાલમાં ગુજરાતમાં ચૂંટણીના પ્રચારને લઈને રિવાબા જાડેજા ખૂબ જ કામમાં વ્યસ્ત થયેલા જોવા મળે છે. રિવાબા જાડેજાએ ઉમેદવારી નોંધાયા બાદ તે મંદિરોમાં પૂજા અર્ચના માટે પણ પહોંચ્યા હતા. સાથોસાથ તસવીરમાં જોવા મળે છે તેમ તે હવન પણ કરતા જોવા મળે છે. આમ રિવાબા જાડેજા પોતાની ઉમેદવારી નોંધાવીને પોતે આ ચૂંટણીમાં જામનગર ઉત્તરમાંથી જીત હાંસલ કરે તે માટે પોતાનું સર્વસ્વ જોર લગાવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!