Gujarat

દીકરીઓ ને આગળ વધારવા માટે પિતા રાત દિવસ કરતા હતા આવું કામ અને દીકરીઓ એ પણ કરી બતાવ્યું….

Spread the love

મિત્રો આપણે જાણીએ છીએ કે માણસ જે ધારે તે કરી શકે છે. કહેવાય છેકે ઉચા સપના જોવા વાળા લોકોના સપના જરૂર પૂરા થાઈ છે પરંતુ તેના માટેની મહેનત પણ વ્યક્તિએ પોતેજ કરવી પડે છે. ફક્ત સપના જોવાથી જ સપના પૂરા નથી થતાં. પરંતુ તે માટે યોગ્ય મહેનત કરવી અનિવાર્ય છે.

વ્યક્તિ મહેનત ના દમ પર કઈ પણ મેળવી શકે છે. જીવન માં કંઈ પણ મેળવ્વુ અઘરુ નથી પરંતુ તે માટે યોગ્ય મહેનત જરૂરી છે. આપણે અહીં એવી બે બહેનો વિશે માહિતી મેળવ્શુ. કે જેમણે પોતાના મેહનત ના દમ પર પોતાના નાનપણ નું સપનું પૂરું કર્યું હતું. તો ચાલો આ બાબત અંગે વિસ્તારથી માહિતી મેળવીએ.

આ વાત બોટાદની છે. હાલ એક પણ ક્ષેત્ર એવું નથી કે જ્યા છોકરિઓ છોકરા કરતા પાછળ હોઈ તેવામાં આ બે બહેનો એ તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. બોટાદના રહેવાસી પરબતભાઈ ના પરીવાર માં ઘણો જ્ આનંદ જોવા મળી રહ્યો છે કારણકે તેમની બંને દિકરીઓએ દિવસ-રાત મહેનત કરી અને આજે તેમને દેશની સેવા કરવાની તક મેળવી છે.

જો વાત પરબતભાઈ વિશે કરીએ તો તેઓ આખો દિવસ રિક્ષા ચલાવવાનો વ્યવસાય કરે છે. આ બંને બહેનો નાની હતી ત્યારે જ પરબતભાઈ ના પત્ની નું અવસાન થયું હતું. પરબત ભાઈ ની બંને દીકરીઓ ની ઈચ્છા આર્મીમાં જોડાવાની હતી. જેના માટે આ બંને બહેનો દિવસ રાત મહેનત કરતા.

જોકે માતા ના ગયા પછી તેમના પિતાએ પોતાની બંને પુત્રીઓને પ્રોત્સાહિત કરીને તેમને આગળ વધવા માટે પ્રેરણા આપી. પિતાના પ્રોત્સાહન અને આ બંન્ને બહેનોની મહેનત ને કારણે તે બંને નું આર્મીમાં સિલેક્ટ થઈ ગઈ છે. જેથી પરિવારમાં હાલ આનંદનો માહોલ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *