India

ભાઈ થયો શહિદ જે બાદ સેનાના જવાનો પહોચીયા શહીદની બહેન ના લગ્નમાં અને પેશ કરી એક અનોખી મિસાલ જેને લગતો વિડિઓ પણ થયો વાયરલ.. જુઓ વિડિઓ….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ માટે સૌથી ગર્વની ક્ષણ દેશ સેવા અને માતૃભિમી ની સેવા છે. લોકોની ઈચ્છા પોતાના દેશ અને પોતાની માતૃભૂમિ માટે કંઈક કરવાની રહે છે. પોતાના આવા જ દેશ સેવાના વિચાર સાથે અનેક લોકો દેશની સેનામાં જોડાઈ જાય છે. આવા સેનાના જવાનો દેશ માટે સાચા અર્થમાં હીરો હોઈ છે. દેશમાં જોવા મળતી માનવ સર્જિત સમસ્યાઓ અને કુદરતી આપદાઓ વખતે પણ દેશની સેના દેશ અને દેશવાસીઓ ની રક્ષા કરવા માટે સતત તત્પર રહે છે. અને અનેક પ્રકારના વિરતા ભરેલા કર્યો દ્વારા આપણી સેના આખા વિશ્વમાં ઘણી જ પ્રસિદ્ધ છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જ્યારથી દેશ આઝાદ થયો છે ત્યારથી દેશની સામે અનેક પ્રકારના પડકારો છે. જે પૈકી આતંકવાદ એક છે. દેશની આઝાદી સમયથી જ અનેક આતંકી સમૂહો દેશને તોડવા માટે અને દેશના નાગરિકોને નુકસાન પહોંચાડવાના હેતુથી અનેક આત્મઘાતી હુમલાઓ કરે છે. જો કે દેશની અલગ અલગ સેનાઓ આવા તમામ લોકો કે જે દેશને નુકસાન પહોંચાડે છે. તેમને મોતને ઘાટ ઉતારવા માટે અનેક અભિયાનો હાથ ધરે છે. જો કે સેના દ્વારા ચલાવવામાં આવતા અનેક અભિયાનો પૈકી ઘણી વખત દેશના જવાનો પણ વીરગતિ પામતા હોઈ છે.

હાલ આવો જ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં દેશની રક્ષા કરતા સમયે એક જવાન વીરગતિ પામ્યા ત્યારે તેમના સાથીઓ એ જે કામ કર્યું તે ઘણું પ્રશંસનીય છે. જણાવી દઈએ કે આ જવાન દેશની સેવામાં વીરગતિ પામ્યા હતા. જે બાદ તેમના પરિવારમાં તેમની બહેનના લગ્ન હતા ભાઈ ની ઈચ્છા પોતાની બહેનના લગ્ન ઘણા જ ધામ ધૂમથી કરવાની હતી. જોકે લગ્ન પહેલા જ ભાઈનું અવસાન થતા તેમના અન્ય સાથીઓ આ શહિદ જવાનની બહેનના લગ્નમાં ગયા અને એક ભાઈ તરીકે ની તમામ ફરજો પણ પુરી કરી.

જો વાત આ બાબત અંગે વિસ્તારથી કરીએ તો આ બનાવ ડલમઉ ના મીરમીરાનપૂર વિસ્તાર ના મિલકમઉ ની છે. અહીંના રહેવાશી શૈલેન્દ્ર પ્રતાપ સિંહ સેનામાં હતા. પરંતુ પાંચ ઓક્ટોબર 2020 થયેલા શ્રીનગર ના આતંકી હુમલામાં તેઓ વીરગતિ પામ્યા હતા. તેમણે અગાઉ પરિવાર સાથે કરેલી વાતમાં જણાવ્યું હતું કે તેઓ બહેનના લગ્ન ઘણી જ ધામ ધૂમ થી કરવા અંગે છે. પરંતુ તેમની આ ઈચ્છા અધૂરી રહી. તેવામાં તેમના સાથીઓ આ શાહિદ જવાનની બહેનના લગ્નમાં હાજર રહ્યા અને ભાઈ તરીકે ની તમામ જવાબદારીઓ પૂર્ણ કરી અને જ્યાં સુધી બહેનની વિદાઈ ન થઇ ત્યાં સુધી તેઓ હાજર રહ્યા.

આ પ્રસંગે શહીદ જવાન શૈલેન્દ્ર પ્રતાપ ના પિતા નરેન્દ્ર બહાદુર સિંહ એ જણાયું હતું કે પુત્રીના લગ્ન સમયે સૌ કોઈ તેમના પુત્ર શૈલેન્દ્ર ને યાદ કરતા હતા. પરિવાર માં લગ્નના હર્ષ તો હતો પરંતુ બહેનના લગ્ન સમયે ભાઈ હાજર ન હતો તેનું દુઃખ પણ હતું. તેવામાં આ જવનો આવ્યા અને તેમણે લગ્નને લગતી તમામ વિધિ કે જે ભાઈ ને કરવાની હતી તે કરી. આમ ભલે મેં મારા એક પુત્રને ખોઈ બેસ્યો પરંતુ તેની સામે આજે મને અનેક પુત્રો મળ્યા છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *