India

ઘરે આવતાની સાથે જ આર્યન ખાને કર્યું એવું કે જોને સૌ કોઈને નવાઈ લાગી તમે પણ જાણો તેની પાછળની વિગતો….

Spread the love

મિત્રો આપણે સૌ જણીએ છીએ કે આપણું બૉલીવુડ ફક્ત આપણા દેશમાંજ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં લોકો વચ્ચે ઘણુંજ લોકપ્રિય છે. વિશ્વના તમામ લોકો આપણા બૉલીવુડ ની દરેક ફિલ્મોને ઘણોજ સપોર્ટ કરે છે અને પોતાનો અમૂલ્ય પ્રેમ પણ તેના પર વરસાવે છે. પરંતુ હાલ અમુક લોકો ના કારણે બૉલીવુડ ની આ સુંદર છબી બગડી ગઈ છે. હાલ બૉલીવુડ ના ઘણા સિતારાઓ નશીલા પદાર્થ ના સેવન ના મામલામાં સારી રીતે ફસાયેલા જોવા મળે છે.

હાલના સમય માં બૉલીવુડ તેના ફિલ્મોના નહિ પરંતુ આવા ડ્રગ્સ ના કારણે લોકોમાં ચર્ચિત છે. તેમાં પણ ફિલ્મી દુનિયાના લોકપ્રિય કલાકાર સુશાંત સિંહ રાજપૂત ના નિધન. અને બૉલીવુડ માં ડ્રગસ ને લગતા સંબંધો અંગે ની માહિતી મળતા સમગ્ર દેશ સહીત વિશ્વમાં બૉલીવુડ ના ચાહકોમાં હોબાળો મચી ચુક્યો છે. ડ્રગ્સ અંગેના આરોપીઓ ને પકડવા માટે પોલીસ અને એનસિબી ની ટિમો દેશના અલગ અલગ વિસ્તારો માં છાપા મારી કરી રહી છે.

આવીજ એક છાપા મારી સમુદ્ર ની વચ્ચે એક ક્રુસ પર કરવામાં આવી હતી, કે જ્યાં પોલીસ ને આવા નશીલા પદાર્થના સેવન અને ખરીદ વેચાણ અંગે બાતમી મળી હતી. પોલીસ ને આ અંગે માહિતી મળતાજ તેમણે આ જગ્યા પર તાપસ શરૂ કરી અને આ તાપસ માં બૉલીવુડ એક્ટર શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન કે જેઓ આ ક્રુસ પર સવાર હતા અને આ ક્રુસ પર ડ્રગ્સ અંગે ના પુરાવા મળતા આર્યન ની ધરપકડ કરવામાં આવી હતી.

તેમની ધરપકડ બાદ પૂછતાછ માટે તેમને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો, અહીં તે લગભગ ત્રણ અઠવાડિયા રહ્યો. આ સમયે પિતા શાહરુખ ખાન અને માતા ગૌરી ખાન પોતાના દીકરીને લઈને ઘણાજ ચિંતિત હતા. તેમણે અવાર નવાર કોર્ટ માં આર્યન ની જમાનત અંગે અરજીઓ કરી પરંતુ પ્રથમ બંને અરજીઓ ફગાવી દેવામાં આવી ત્યરબાદ ત્રીજી વાર તેમની અરજી સ્વીકારવામા આવી અને લગભગ 27 દિવસ પછી આર્યન જેલમાંથી છૂટીને પોતાના ઘરે ગયો.

તે જેલમાં અનેક કેદીઓ ને મળ્યો અને તેની સાથે વાત ચિત્ત પણ કરી. જતા જતા તે અમુક કેદીઓને ગળે પણ મળ્યો. જેલમાં અમુક કેદીઓના પરિવાર ને આર્થિક મદદ કરવાનું અને તેમના પર ચાલી રહેલા કેસમાં તેમની મદદ કરવાનું પણ વચન આર્યન ખાને આવા કેદીઓને આપ્યું. તેના ઘરે પરત ફરવાની ખુશી શાહરુખ ખનના ચાહકો એ ઘણીજ ધૂમ ધામ થી ઉજવી. ઘર પર પરત ફરતાની સાથે જ આર્યન ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરના પોતાના ડીપી પરથી પોતાનો ફોટો દૂર કર્યો હાલ અહીં તમને સફેદ બેકગ્રાઉન્ડ જોવા મળશે અને તેણે પોતાની અમુક જૂની પોસ્ટ પણ અહીંથી ડિલીટ કરી છે જોકે આવું તેણે શા માટે કર્યું તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો કર્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *