37 મી રથયાત્રા ની તૈયારી ના ભાગ રૂપે ભાવનગર ના લોકો ભગવાન ના વાઘા, સાફા અને ધજાઓ બનાવામાં વ્યસ્ત.
છેલ્લા બે વર્ષ થી કોરોના ના કારણે રથયાત્રા સંપૂર્ણ યોજાઈ નથી. એવામાં આ વર્ષે ભગવાન ધામધૂમ થી નગર ચર્ચા એ નીકળે એ માટે ભાવનગર શહેર માં ભગવાન જગન્નાથ જી ની રથયાત્રા ની તૈયારીઓ તડામાર ચાલી રહી છે. આ વર્ષે ભાવનગર માં ભગવાન જગન્નાથ જી ની 37 મી રથયાત્રા નું આયોજન ધૂમધામ પૂર્વક થઇ રહ્યું છે. આ માટે સૌ કોઈ લોકો સેવા ના કામ માં લાગી ગયેલા છે.
ભાવનગર શહેર માં સુભાષનગર વિસ્તાર માં આવેલા ભગવાન જગન્નાથ ના મંદિરે થી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગર ચર્ચા એ નીકળશે. આ વર્ષે યોજાનાર રથયાત્રા માં 100 થી વધુ ટ્રક, હાથી, ઘોડા અને ભજન મંડળો ભગવાન ની સાથે જોવા મળશે. આ રથયાત્રા 1 જુલાઈ ના રોજ 18 કિલોમીટર ના રૂટ પર ફરશો.
રથયાત્રા ની તૈયારી સ્વરૂપે શહેર ના પરિમલ ચોક વિસ્તાર માં આવેલ કાર્યાલય ખાતે અરવિંદભાઈ અને તેની ટિમ દ્વારા આખા ભાવનગર ને કેસરીયું બનાવવા ધજા બનાવવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લગભગ 15 હજાર થી 17 હજાર ધજા તૈયાર કરવામાં આવશે. જે ભાવનગર ના અલગ અલગ વિસ્તાર માં લગાડવામાં આવશે.
ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા ના વાઘા ની વાત કરી એ તો, છેલ્લા 28 વર્ષ થી સાધુ પરિવાર ના કારીગર હરજીભાઈ તૈયાર કરે છે. આ વાઘા હરજીભાઇ વિનામૂલ્યે 15 દિવસ માં તૈયાર કરી આપે છે. આ વાઘા લગભગ 8 હજાર થી 10 હજાર ની કિંમત માં તૈયાર થાય છે. આમાં ઉપયોગી જરૂરી મટીરીયલ્સ કોઈ દાતા તરફથી અથવા તો રથયાત્રા સમિતિ દ્વારા આપવામાં આવે છે.
ભગવાન ના સાફા તૈયાર કરવામાં છેલ્લા 18 વર્ષ થી એક નિવૃત શિક્ષિકા બહેન દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ સાફા તૈયાર કરવા માટે 3 દિવસ નો સમય લાગે છે. જેમાં લગભગ 2 હજાર રૂપિયા નો ખર્ચો થાય છે. ભગવાન જગન્નાથ ની રથયાત્રા માં આ વર્ષે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. કારણ કે છેલ્લા 2 વર્ષ થી જે પરિસ્થિતિ હતી તેના કારણે ભગવાન ના દર્શન દુર્લભ થતા હતા.
આ દિવસે સુરક્ષા ની વાત કરવામાં આવે તો, એ દિવસે 15 DYSP, 40 PI, 150 થી વધુ PSI અને 3 હજાર જેટલા પોલીસ જવાનો તથા 2 હજાર થી વધુ હોમગાર્ડ જવાનો ખડેપગે સુરક્ષા માં તહેનાત રહેવાના છે. ઠેરઠેર વિસ્તાર માં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. અદ્યતન ટેક્નોલોજી સાથે ચાંપતી નજર રાખવામાં આવશે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.