આપણા સમાજમાં પહેલાના જમાનાથી લઈને આજના જમાનામાં કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં જુની રૂઢિ ઓ ચાલે આવે છે. જેમાં ખાસ કરીને દીકરીઓ પ્રત્યે જે મનો વ્યથા દર્શાવવામાં આવે છે તે ખરેખર આજના જીવનમાં એક કલંકરૂપ કહી શકાય કારણ કે લગ્ન પછી પરિવારના સભ્યોને દીકરી કરતા દીકરાનો મોહ વધુ હોય છે અને ક્યારેક દીકરી થતા તેને માતાના પેટમાં જ મારી નાખવામાં આવતી હોય છે.
પરંતુ કેટલાક લોકો એવા છે કે જે દીકરી અને દીકરા પ્રત્યે કોઈ જ પણ પ્રકારનો ભેદભાવ રાખતા નથી અને દીકરીનો જન્મ થતા તેની ધામધૂમ પૂર્વક ઉજવણી કરતા હોય છે. એવી જ એક ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાંથી સામે આવી છે. જેમાં એક પરિવારના ઘરે દીકરી નો જન્મ થતાં પરિવારે દીકરીના જન્મને ભવ્ય રીતે ઉજવણી કરી હતી સમાજને રાહચિંધનારો આ કિસ્સો સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા મહેતા પરિવારનો છે.
જેમાં હિરેનભાઈ અને ખુશીબહેનના ઘરે પ્રથમ દીકરી નો જન્મ થતા તે લોકોએ ઈશ્વરના આશીર્વાદ સમજીને દીકરીને ફૂલડે વધાવી લીધી હતી. હોસ્પિટલ થી લઈને ઘરે સુધી આવતા ઘરને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. પરિવારના સભ્યો ઉપરાંત આજુબાજુના રહેવાસી લોકો પણ પરિવારની ખુશીમાં સામેલ થયા હતા. દીકરીને ધામધૂમપૂર્વક ઘરમાં લાવવામાં આવી હતી અને ઘરને ફૂલોથી અને ફુગ્ગા થી ખૂબ જ સારી રીતે શણગારવામાં આવ્યું હતું.
અને હર્ષોલ્લાસ થી ઉજવણી કરવામાં આવી હતી. આમ મહેતા પરિવાર એ સમાજને એક નવી રાહ ચીંધી ને એક ખૂબ જ સુંદર કાર્ય કર્યું છે. આજના સમયમાં ઘણા બધા કિસ્સા એવા આવતા હોય છે કે લોકો દીકરીનો જન્મ થતાં તેને કોઈ કચરાપેટીમાં અથવા તો એવી જગ્યાઓ પર ફેંકી દેતા હોય છે જેના પછી તેના ભરણ પોષણની જવાબદારી તંત્ર દ્વારા ઉઠાવવામાં આવતી હોય છે. પરંતુ આ પરિવાર એ ખૂબ જ સુંદર કાર્ય કરીને સમાજમાં એક ઉદાહરણરૂપ કામ કરેલું છે. જેના ફોટા પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!