આશિષ વિધાર્થીના બીજા લગ્નને લઈને તેમની પેહલી પત્નીનું દુઃખ છલકાયું ! આવી દુઃખદ પોસ્ટ શેર કરી બતાવ્યું દુઃખ…જુઓ
વર્તમાન સમયના તમે સમાચાર જોયા હશે તો તમને ખબર જ હશે કે બૉલીવુડ તથા સાઉથ ઇન્ડસ્ટ્રીના મોટા દિગ્ગ્જ કલાકર એવા આશિષ વિધાર્થીએ 60 વર્ષની વયે બીજી વખત લગ્ન બંધનમાં બઁધાયા હતા. આવા સમાચાર આવતા જ ફક્ત આશિષના ચાહકો જ નહીં પણ તેમની પેહલી પત્ની પીલૂ વિધાર્થીને પણ ખુબ મોટો આંચકો લાગ્યો હતો,એવામાં તેમની પેહલી પત્નીએ આ અંગે ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું અને સોશિયલ મીડિયા સમક્ષ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.
તેઓએ પોતે ભાવુક વાત જણાવતા જણાવતા એવી વાતો કહી દીધી હતી કે સોશિયલ મીડિયા પર પણ સૌ કોઈ ભાવુક થયું હતું.આશિષના લગ્નના સમાચાર આવતા જ આશિષની પેહલી પત્ની રાજોશીએ ઇન્સ્ટાગ્રામ પર એવી એવી પોસ્ટ કરી દીધી હતી કે જેના દ્વારા સાબિત થઇ રહ્યું હતું કે રાજોશી પોતાને સંભાળવાનો પ્રયાસ કરી રહી છે. પોતે દુઃખ જાહેર કરતી સ્ટોરી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી.
તેની પોસ્ટમાં રાજોશીએ લખ્યું હતું કે ‘સાચ્ચા વ્યક્તિ ક્યારેય તમને એમ નહીં પૂછે કે એના માટે તમે કેટલું મહત્વ ધરાવો છે, તે એ જ કરશે જે તેને મહત્વપૂર્ણ હોય અને તમને તકલીફ પોંહચાડશે,આ યાદ રાખજો.’ જયારે આવી જ દુઃખ ભરી પોસ્ટમાં રાજોશીએ લખ્યું હતું કે ‘બની શકે કે પોતાના વિચારના આધારે આવો નિર્ણય લીધો હોય, આ પણ હોય શકે છે કે તમારા મગજમાં સ્પષ્ટતા ન હોય તમે જ અસ્પષ્ટ હોવ.’
આવી અનેક દુઃખ ભરી પોસ્ટ આશિષ વિધાર્થીની પેહલી પત્નીએ કરી હતી જેમાં સોશિયલ મીડિયા યુઝરોએ પ્રતિક્રિયા આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આશિષ અને રાજોશીના લગ્નને ઘણા સમય થઇ ગયા છે એવામાં તેઓના તલાક અંગેની પણ કોઈ ખબર આવી નથી. તેમના દીકરાની ઉંમર 23 વર્ષ છે. આશિષના આવા કારનામા બાદ રાજોશીએ પોતાનું દુઃખ શેર કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો અને પોતાની ભાવનોઓને સ્પષ્ટ કરી હતી.
આશિષ વિધાર્થીના બીજા લગ્ને તેમના સંતાનને પણ ખુબ વધારે પ્રભાવિત કર્યા છે, આવીસ્થિતિ માં પરિવારના સદસ્યો વચ્ચે સંવેદનશીલતા અને સંદેહ પણ વધી શકે છે આથી જ પરિવારના દરેક સભ્યો વચ્ચે સંવેદના અને ચર્ચા વિચારણા છે. તમને જણાવી દઈએ કે આશિષની હાલની પત્ની કોલકાતાની અંદર વ્યાપર કરી રહી છે.