લાખો લોકોના દિલ પર રાજ કરનાર એશ્વર્યા રાય બચ્ચન પોતાના ઘરના લોકો સાથે કરે છે આવું વર્તન ! તેમની ભાભી સાથે થયેલી વાત માં સામે આવ્યું કે આવી નણંદ…..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલ લોકો વધુ ને વધુ પૈસો અને સ્ટારડમ મેળવવા માંગે છે. લોકોની ઇચ્છા વધુ ને વધુ આગળ વધવાની અને વધુ નાણાં અને સત્તા મેળવવાની હોઈ છે. જો કે જયારે વ્યક્તિ પાસે કઈ પણ વસ્તુ ના હોઈ ત્યારે તેનો સ્વભાવ અને જયારે વ્યક્તિ પાસે પૈસો અને સાત આવી જાય ત્યારે તેના સ્વભાવમાં ઘણો જ ફરક જોવા મળે છે. જયારે વ્યક્તિ કોઈ પણ કામની શરૂઆત કરે છે ત્યારે તે પોતાની સાથે જોડાયેલા નાનામાં નાના લોકો સાથે પણ સારો વ્યવહાર કરે છે પરંતુ જેવી તેને પોતાના કામમાં સફળતા મળે કે તરતજ વ્યક્તિ પોતાની સાથે જોડાયેલા આવા નાના વ્યક્તિ કે જેમની મહેનત અને સાથ ના કારણે તેણે સફળતા પ્રાપ્ત કરી છે. તેને ભૂલવા લાગે છે.

વળી પોતાના પૈસા અને સત્તા નો રુઆબ અન્ય પર પાડે છે. તે વ્યક્તિ પોતાને જ શ્રેષ્ઠ માને છે અને અન્ય વ્યક્તિઓ ને પોતાની સામે તુચ્છ સમજવા લાગે છે. પોતાના અભિમાન ના કારણે ઘણી વખત વ્યક્તિ અન્યનું અપમાન પણ કરી નાખે છે. અને પોતાના સ્વભાવના કારણે એક પછી એક અનેક લોકો તેનાથી દૂર થવા લાગે છે અને તેની સાથેના પોતાના સંબંધો ઓછા કરવા લાગે છે. જો કે આ પાછળ વ્યક્તિનો પોતાનો અભિમાન જ હોઈ છે.

પરિણામે તે વ્યક્તિ ધીરે ધીરે એકલો થવા લાગે છે. અને પછી આવનારી મુસીબતોમાં પોતે એકલો થઈ જાય છે. લોકો તેની મદદે આવતા નથી અને તેવા સમયે તેને પોતાની ભૂલ સમજાય છે. જો કે દરેક વ્યક્તિ આવી હોતી નથી ઘણી વ્યક્તિઓ એવિ પણ હોઈ છે કે જેના પર પોતાના પૈસા અને સતાનો નસો ચડતો નથી. અને તે અન્ય વ્યક્તિ સાથે પણ ઘણું જ સહજ રીતે વર્તન કરે છે. આપણે અહીં એવી જ એક મોટી હસ્તી વિશે વાત કરવાની છે કે જેના પર પોતાના નાણાં કે સ્ટારડમ નો નસો ચડ્યો નથી.

આપણે અહીં એશ્વર્યા રાય બચ્ચન અંગે અને તેઓ પોતાના પરિવારના લોકો સાથે કઇ રીતે વર્તન કરે છે તેના વિશે વાત કરવાની છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે એશ્વર્યા રાય એ આપણા બૉલીવુડ ની ઘણી જ પ્રસિદ્ધ અને સારી અદાકારા છે. લાખો અને કરોડો લોકોના દિલ પર રાજ કરનાર એશ્વર્યા આજે ભલે ફિલ્મમી પડદા પર ઓછા જોવા મળતા હોઈ પરંતુ આજે પણ લોકોમાં તેમની લોક પ્રિયતા ઘણી જ છે. અને આજે પણ અનેક લોકો તેમની એકટિંગ ના દીવાના છે. હાલના સમય માં તેઓ ઘણા જ રૂપિયા અને અને ઘણી જ મોટી સ્ટારડમ ધરાવે છે. તેમના ચાહકો દેશ વિદેશ માં ફેલાયેલા છે.

આટ આટલી લોક ચાહના બાદ પણ તેમના માથે તેમની સ્ટારડમ નો નશો ચડ્યો નથી આજે પણ તેમના મનમાં નાના થી લઈને મોટા તમામ વ્યક્તિઓ માટે ઘણી જ આદર અને સન્માન ની લાગણી છે. તેઓ ઘણો જ સરળ સ્વભાવ ધારાવે છે. જેના કારણે તેમના પરિવાર માં પણ તેમની ઘણી સારી છાપ છે. તેમના સારા સ્વભાવ ના કારણે તેઓ પોતાના સાસુ સસરા ના લાડકા તો છેજ પરંતુ પોતાની ભાભી શ્રીમા રાય ની પણ સારા એવા મિત્ર છે. વળી તેઓના ભાઈના સંતાનો માટે તેઓ એક મોટા કલાકાર નહિ પરંતુ એક સારા અને પ્રેમાળ મામી છે.

તેમનો અને બાળકો વચ્ચે ઘણું સારું બોન્ડિંગ જોવા મળે છે જેના કારણે આદિત્ય રાય ના બાળકો પોતાની પ્યારી મામી એશ્વર્યા રાય માટે ઘણું જ સુંદર નામ રાખ્યું છે બાળકો તેમને ગુલુ મામી તરીકે ઓળખે છે. એક ઇન્ટરવ્યુ માં એશ્વર્યા રાય ના ભાભીએ જણાવ્યું હતું કે તેમનો સ્વભાવ ઘણો જ સારો છે તેઓ જયારે પણ આવે છે ત્યારે તેમની સાથે ઘણો સારો સમય વિતાવવા મળે છે. તેમના માટે તેઓ કોઈ મોટા સ્ટાર નહિ પરંતુ એક પ્રેમાળ અને સારી નણંદ છે. આમ એશ્વર્યા રાય બચ્ચન ઘણી મોટી લોક ચાહના અને સ્ટારડમ બાદ પણ સ્વભાવે ઘણા સરળ છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *