આજે સાંજે ચાર વાગે દેવાયત ખવડ ના રિમાન્ડ થઇ રહ્યા છે પૂર્ણ ! શું દેવાયત ખવડ જશે જેલ માં ? કે પછી મળી જશે જમીન?
ગુજરાતના પ્રખ્યાત લોક સાહિત્યકાર દેવાયત ખવડ દ્વારા સાત ડિસેમ્બરના રોજ રાજકોટના બિલ્ડર મયુરસિંહ રાણા ઉપર લોખંડ પાઇપ વડે જાન લેવા હુમલો કરવામાં આવ્યો હતો. દેવાયત ખવડની સાથે તેના બે સાથીદારો હરેશ ઉર્ફે કાનો રબારી અને કિશન કુંભારવાડીયા પોલીસ સમક્ષ ઘટનાના સાતથી આઠ દિવસ પછી હાજર થઈ ચૂક્યા હતા. જેથી પોલીસ દ્વારા ત્રણેયના રિમાન્ડ કોર્ટ સમક્ષ માંગવામાં આવ્યા હતા.
કોર્ટ દ્વારા ત્રણેયના રિમાન્ડ માટે પોલીસને બે દિવસનો સમય આપ્યો હતો અને બે દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. આ બે દિવસનો સમય વીત્યા પછી આજે ચાર વાગે ત્રણેયના રિમાન્ડ પૂરા થવા જઈ રહ્યા છે. હવે આજે ચાર વાગ્યે ખ્યાલ આવશે કે ત્રણેયને જેલમાં ધકેલવામાં આવે છે કે કેમ કે પછી કોર્ટ દ્વારા તેને જામીન આપી દેવામાં આવશે. જો ત્રણેયને જેલમાં ધકેલવામાં આવશે તો વકીલ દ્વારા ત્રણેયના રેગ્યુલર જામીન અરજી કરવામાં આવશે.
આમ આજે સાંજે 4:00 વાગ્યાના રોજ ત્રણેયના રિમાન્ડ પૂર્ણ થવા જઈ રહ્યા છે. હવે ચાર વાગ્યા પછી કોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવે તે. દેવાયત ખવડ અને મયુરસિંહ રાણા વચ્ચેની ઘટના બનતા આખા ગુજરાતમાં આ ઘટનાના ભારે પડઘા પડ્યા હતા. દેવાયત ખવડ દ્વારા મયુરસિંહ રાણા ને જે રીતે માર મારવામાં આવ્યો હતો તે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. દેવાયત ખવડ અને મયુરસિંહ રાણા વચ્ચે જૂની અદાવત બાબતે આ ઝઘડો થયો હતો.
કેટલાક લોકો દેવાયત ખવડ નો સાથ આપી રહ્યા છે તો કેટલાક લોકો દેવાયત ખવડનો વિરોધ પણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર માત્ર દેવાયત ખવડ ના ન્યુઝ ખૂબ જ ચર્ચાનો વિષય રહે છે. મયુરસિંહ રાણા ના પરિવાર દ્વારા આ બાબતે પોલીસને ઉગ્ર કાર્યવાહી કરવાની માંગણી પણ કરી હતી અને દેવાયત ખવડનું સરઘસ પણ નીકાળવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી હતી. આમ આ આખી ઘટના સામે આવી હતી અને તે ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!