માત્ર 7-વર્ષ ની ઉંમર માં માનસી ના થયા બાળલગ્ન 12-વર્ષ બાદ માનસી સાથે એવું થયુ કે આખરે માનસી ને,
આપણા ભારતમાં હજુ અનેક એવા છેવાડાના ગામો એવા છે કે જેમાં અનેક લોકો જૂની પરંપરાઓ અને જૂની રૂઢિઓ ને વળગી રહે છે અને જૂની રૂઢિઓ પ્રમાણે આપણા ભારતમાં એવી પરંપરા હતી કે દીકરીઓને નાનપણમાં જ પરણાવી દેવામાં આવતી હતી. દીકરીઓના બાળ લગ્ન કરી દેવામાં આવતા હતા. લગભગ હવે આવા કિસ્સાઓ સામે આવતા નથી પરંતુ ક્યારેક છેવાડાના વિસ્તારોમાંથી આવા કિસ્સાઓ સામે આવી જતા હોય છે.
એવો એક કિસ્સો હાલમાં રાજસ્થાનના ભીલવાડા ની ફેમીલી કોર્ટમાંથી સામે આવ્યો છે. જેમાં રાજસ્થાનની ભીલવાડા ની ફેમીલી કોર્ટે 12 વર્ષ જૂના બાળ લગ્ન ને રદ કરવાનો નિર્ણય આપ્યો હતો. માત્ર સાત વર્ષની ઉંમરમાં માનસી નામની દીકરીના બાળ લગ્ન કરી દેવામાં આવ્યા હતા. વધુ વિગતે વાત કરીએ તો સાત વર્ષમાં માનસી નામની દીકરીના બાળ લગ્ન કરવામાં આવ્યા હતા. તે હાલ 19 વર્ષની થઈ છે 19 વર્ષની ઉંમરે માનસી ને બાળ વીવાહ માંથી છુટકારો મળ્યો છે.
માનસી હાલમાં બીએ નો અભ્યાસ કરે છે અને આગળ જતા તે શિક્ષિકા બનવા માંગે છે. જાણવા મળ્યું કે આખા ભારતમાં બાળ વિવાહ નાબૂદ કરવાનું કેમ્પેઈન ચલાવનાર જોધપુર સારથી ટ્રસ્ટ કે જેના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ડોક્ટર કૃતિ ભારતી છે તેને માનસીનો પૂરેપૂરો સાથ આપ્યો હતો. માનસી ભીલવાડા જિલ્લાના પાલડી માં રહે છે. જ્યારે માનસી ના લગ્ન થયા હતા ત્યારબાદ થોડા વર્ષોમાં માનસી ને સાસરે જવાનું સતત દબાણ કરવામાં આવતું હતું અને તેને ધાક ધમકીઓ પણ આપવામાં આવતી હતી.
પરંતુ માનસિક એ સાસરે જવાની ચોખ્ખી ના પાડી હતી અને તેણે ડોક્ટર કૃતિ ભારતી નો સંપર્ક સાધ્યો અને લગ્ન નાબૂદ કરાવવા અંગે તેને અપીલ કરી હતી. બાદમાં ડોક્ટર કૃતિએ માર્ચ મહિનામાં ભીલવાડા ની ફેમીલી કોર્ટમાં આ લગ્ન રદ કરવા માટેની અપીલ અરજી કરી હતી. ત્યારબાદ ફેમિલી કોર્ટના જજ હરિવલ્લભ ખત્રીએ 12 વર્ષ પહેલા થયેલા માનસીના લગ્ન રદ કરવાનો ચુકાદો આપ્યો હતો.
આમ આવી ઘટના સામે આવતા આજે સમાજમાં રહેતા આવા લોકો પ્રત્યે આપણને ગુસ્સો પણ આવતો હોય છે. ડોક્ટર કૃતિની વાત કરવામાં આવે તો તેને અત્યાર સુધીમાં 43 બાળ લગ્ન રદ કરાવ્યા ઉપરાંત 1500 થી પણ વધુ બાળ લગ્નને અટકાવ્યા છે. જેનું સ્થાન લિંમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ ઉપસ્થિત છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!