Gujarat

મહિલાને ન્યાય કયારે! મહિલા દિવસના દિવસેજ મહિલા રક્ષક સાથે અમાન્વીય તત્વો દ્વારા જે કરવામાં આવ્યું જાણી ને તમને પણ..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં મહિલાઓ નું સ્થાન સમાજ માં ઘણું વધી ગયું છે અને મહિલાઓ પોતાની આવડત અને પોતાની હોશિયારી થી અનેક ક્ષેત્રોમા આગળ વધી રહી છે. અને પોતાના વીશીષ્ટ જ્ઞાન નો લાભ સમાજ ને આપી રહી છે. પરંતુ સમાજ માં જે રીતે મહિલા સાથે ના અપમાન અને દુષ્કર્મ ને લાગતા બનાવો સામે આવે છે તેના કારણે મહિલા રક્ષણ નો પ્રસ્ન ગંભીર બન્યો છે.

આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા થોડા સમયથી મહિલા સાથે થતાં ઉત્પિડન ના જે રીતે બનાવો વધી રહ્યા છે જેને રોકવા માટે સરકાર દ્વારા વિસિસ્ટ ટીમ ની રચનાઓ કરવામાં આવી છે. પરંતુ આપણે આજે જે બનાવ વિશે વાત કરશું તેણે જાણીને તમને સમાજ માં મહિલા અસુરક્ષા ને લઈને જાણવા મળશે.

કે જ્યાં મહિલા અને સમાજ ના રક્ષક એવી મહિલા પોલીસ અધિકારી પર જ હુમલાની ઘટના સામે આવતા અફરા તફરી મચી ગઈ છે. મળતી માહિતી અનુસાર મહિલા દિવસ ના દિવસે જ એક મહિલા પિએસાઆઇ ની હત્યા કરવાનો બનાવ સામે આવ્યો છે. જો વાત આ મહિલા પીએસઆઈ અંગે કરીએ તો તેમનું નામ વર્ષા જાદવ છે. તેમના પર આશરે 100 થી 150 જેટલા અમાન્વિય લોકો હુમલો કર્યો છે.

જણાવી દઈએ કે આ હુમલો ન્યાય તંત્ર ના મંદિર માં થયો છે. કે જ્યાં લોકોએ મહિલા સાથે અભદ્ર વ્યવહાર કર્યો તેમના વાળ ખેચિને ઘસેડવા માં આવ્યા અને તેમની સાથે શારીરિક અડપલા પણ કરવામાં આવ્યા. અને તેમની હત્યા નો પ્રયાસ કરવામાં આવ્યો. જો કે અહીં જાણવા જેવી વાત એ છે કે મહિલા પોલીસ અધિકારી સાથે જે કરવામાં આવ્યું તેને લઈને જ્યારે વર્ષા જાદવે અન્ય પોલીસે ફરિયાદ કરી ત્યારે તેમની ફરિયાદ નોંધવામાં આવી નહીં અમે માત્ર તેમની અરજી ના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉપરાંત વર્ષા જાદવ ના ઉપરી તેમને ફરિયાદ ના કરવા દબાણ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે આ બાબત ને લઈને મહિલા પીએસઆઇ વર્ષા જાદવે જણાવ્યુ છે કે” 100 થી 150 જણાના ટોળાએ મને ઘેરી લીધી હતી. તેમજ મારી ડોક પર બેસીને કેટલાક લોકોએ મને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આમ છતાં મારી માત્ર અરજી જ લેવામા આવી છે. ખરેખર મારી ફરિયાદ નહી નોંધીને મારી સાથે અન્યાય થયો છે. હુ એક મહિલા તરીકે અન્ય મહિલાઓને મદદરૂપ થઇ શકુ તે માટે જ મે પોલીસ વિભાગમાં સર્વિસ કરવાનુ નકકી કર્યુ હતુ. જો કે જ્યારે મારી સાથે જ અભદ્ર વર્તન થયુ અને મને ચોટલો ખેંચીને કેટલાક પુરુષોએ નીચે પાડીને ઘસેડી હતી. મને શરિરના જુદા – જુદા ભાગે માર મારીને બેભાન કરી દેવામા આવી તેમ છતાં કોઇ કાર્યવાહી ના થતાં હુ ખુબ જ દુ:ખી થઇ છું. પોલીસની વર્ધી મારા આત્મસમ્માનનુ રક્ષણ ના કરી શકે તો તે શું કામની ?

 

View this post on Instagram

 

A post shared by Sandesh News (@sandeshnews)

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *