લોક્ચાહિતા ધીરેન્દ્ર શાસ્ત્રી મહિનામાં કેટલી કમાણી કરે છે ?? ખુદ બાબાએ જણાવી દીધો આ આંકડો, હાલ જીવે છે આવું જીવન…જુઓ તસ્વીર
હાલના સમયમાં આખા દેશની અંદર જો કોઈ ચર્ચિત નામ કોઈ બની ગયું હોય તો તે છે બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃશ શાસ્ત્રીનું નામ. હાલ ધીરેન્દ્ર શાસ્ત્રીને આખા દેશમાં દરેક લોકો ઓળખતા થઇ ચુક્યા છે. આ બાબા ચમત્કાર કરે છે કે શું કરે છે તે અંગેની કોઈ હકીકત સામે આવી નથી પરંતુ હાલના સમયમાં તેઓના લાખોની સંખ્યામાં ચાહકો રહેલા છે જે તેમનામાં સાચી શ્રધા ધરાવે છે.
શ્રધા ધરાવતા લોકોની સાથો સાથ ધીરેન્દ્ર શાસ્ત્રીના અનેક વિરોધ કરનારા પણ છે, અમુક લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીને ઢોંગી માનીને અનેક રીતે વિરોધ કરતા હોય છે જયારે અનેક લોકો ધિકારતા હોય છે, એવામાં ધીરેન્દ્ર શાસ્ત્રી પર ઉઠતા તમામ સવાલોના મુટોડ જવાબ પણ આપી રહ્યા છે આથી જ આ બાબા વર્તમાન સમયમાં ખુબ પ્રખ્યાત થઇ ચુક્યા છે. એવામાં આજના આ લેખના માધ્યમથી અમે તેઓના કોઈ ચમત્કાર વિષે નહીં પરંતુ ટેવોની આવક વિશેની વાત લઈને આવ્યા છીએ.
ફક્ત 26 વર્ષીય ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાનું સારું એવું નામ બનાવી લીધું છે કારણ કે હાલ અનેક એવા મોટા મોટા ઉદ્યોગપતિઓ તથા મોટા મોટા રાજકારણીઓ પણ તેઓના દર્શન માટે જતા હોય છે. બાબાની સંપતી અને મિલકત અંગે ઘણી વખત સવાલો ઉઠાવામાં આવ્યા છે એટલું જ નહી એક વખત તો સભામાં પણ તેઓને ટીવી શોમાં પણ પૂછી લેવામાં આવ્યું હતું કે તેઓ કેટલી કમાણી કરે છે જેનો જવાબ બાબાએ એટલો સુંદર જવાબ આપ્યો હતો કે સાંભળી સૌ કોઈ વખાણ કરી ઉઠ્યા હતા.
મીડિયા સમક્ષ સામે બાબાએ પોતાની આવક અંગે જણાવતા કહ્યું હતું કે તેઓ પોતાના દર્શને આવતા કોઈ પણ ભક્ત પાસેથી એક રૂપિયો લેતા નથી પરંતુ જો કોઈ શિષ્ય ગુરુ સમજીને દાન આપે છે તો તેને સ્વીકારી લેવામાં આવતી હોય છે. બાબાએ આ અંગે જણાવ્યું હતું કે તેઓની કોઈ નિશ્ચિત આવક કે સંપતી નથી કારણ કે તેઓ કોઈ કંપની કે બિઝનસ નથી ચલાવી રહ્યા તેઓ માટે એક પ્રકારની આવક સનાતનીઓનો પ્રેમ તથા આશીર્વાદ જ તેઓના માટે મુખ્ય કમાણી છે.
બાબાની કમાણી અંગે કોઈ ચોક્કસ આકડો તો ખબર નથી પડી પરંતુ અમુક એહવાલોની માનીએ તો બાબા દરેક મહિના સાડા ત્રણ લાક રૂપિયાની કમાણી કરે છે, હવે આ આંકડા સાવ સાચા છે કે ખોટા તે અંગેની હકીકતની કોઈ પ્રકારની પુષ્ટિ અમારી વેબસાઈટ કરતી નથી, બાબાની સંપતી વિશે પણ જો વાત કરવામાં આવે તો તેઓની સંપતી તરીકે એક જુનું મકાન છે.