છેલ્લા 14 વર્ષથી ભારતના લોકોનું મનોરંજન કરી રહેલી સિરિયલ એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અનેક પાત્રો આવે છે જે ભારતના લોકોને ખૂબ જ પ્રિય છે. પરંતુ એક પછી એક જૂના કલાકારો આ શો ને અલવિદા કહી રહ્યા છે અને નવા કલાકારો આવી રહ્યા છે. હાલમાં થોડા સમય પહેલા ચંપકચાચા નું પાત્ર ભજવતા અમિત ભટ્ટે સોશિયલ મીડિયાના માધ્યમ થી એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેને કહ્યું હતું કે
સીરીયલમાં એક શૂટિંગ ના સિન દરમિયાન તેને ઘુટણમાં ઈજા થઈ હતી આથી ડોક્ટરોએ તેને 10 થી 12 દિવસનો આરામ કરવાની સલાહ આપી હતી. આ બાદ જાણવા મળ્યું કે શો માં બબીતાજીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તા ને પણ હાલમાં ઈજા થઈ છે. મુનમુન દત્તા છેલ્લા સાત દિવસની થી યુરોપમાં વેકેશન મનાવતી જોવા મળે છે.
થોડા સમય પહેલા જ તેને સોશિયલ મીડિયા ઉપર સ્વીઝરલેન્ડની અનેક તસવીરો શેર કરી હતી. પરંતુ હાલમાં મુનમુન દત્તાએ ફરી પાછી એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેને કહ્યું કે જર્મનીમાં તેનો અકસ્માત થયો છે અને ઘૂંટણમાં ગંભીર ઇજા થઈ છે આથી તે તેની વેકેશનની ટ્રીપ અધ વચ્ચે છોડીને ઘરે પરત ફરી રહી છે. આમ મુનમુન દત્તા એટલે કે બબીતાજીનો જર્મનીમાં અકસ્માત થયો છે અને તેને ઘૂંટણના ભાગે ગંભીર ઇજા ઓ થઈ હોવા ના સમાચાર સામે આવી રહ્યા છે.
મુનમુન દત્તા ની વાત કરવામાં આવે તો તેને વર્ષ 2004માં zee tv ની સિરીયલ હમ સબ બારાતી થી ટીવી સિરિયલમાં ડેબ્યુ કર્યું હતું. આ ઉપરાંત તેણે મુવીમાં પણ કામ કરેલું છે. જેમાં મુંબઈ એક્સપ્રેસ, હોલીડે વગેરેમાં કામ કરેલું છે. મુનમુન દત્તા મૂળ પુણે ની રહેવાસી છે. તેના પિતા નું અવસાન થઈ ચૂકેલું છે તો તે હાલમાં તેના માતા સાથે મુંબઈમાં રહે છે. આમ મુનમુન દત્તા ના અકસ્માતના સમાચારો સામે આવતા ચાહકોમાં પણ દુઃખની લાગણી છવાઈ ગયેલી જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!