માનવતાની મિસાલ! ગુજરાતનું અનોખુ ગામ જ્યાં ગધેડીની ગોદ ભરાઈ થઈ કારણ જાણીને ચોકી જાસો.

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણી આ પૃથ્વી પર મનુસ્ય ઉપરાંત અન્ય અનેક જીવ રહે છે જે પૈકી ઘણા જીવ પાલતુ હોઈ છે જેને લોકો પાળે છે અને આવા પ્રાણીઓ પ્રત્યે લોકો નો પ્રેમ પણ ઘણો હોઈ છે. જો કે જણાવી દઈએ કે ઘણા એવા જીવ છે કે જેઓ માનવી જીવન માટે ઘણી ઉપયોગી વસ્તુઓ પ્રદાન કરે છે.

જો કે લોકો પણ આવા પ્રાણીઓ ને પોતાના પરિવાર નો અભિન્ન ભાગ માને છે અને પરિવાર ના સદસ્ય ની જેમ્ તેને રાખે છે. આપણે સૌ જાણીએ છિએ કે વ્યક્તિ અલગ અલગ રીતિ રિવાજોમા માને છે તેવામાં આપણા સમાજ બાળકના જન્મ પહેલા અનેક વિધિઓ કરવામાં આવે છે જે પૈકી ગોદ ભરાઈ એક છે તેવામાં જો કહેવામાં આવે કે ગુજરાત માં એક એવું ગામ છે કે જ્યાં મહિલા નહીં પરંતુ ગધેડી ની ગોદ ભરાઈ કરવામાં આવી છે તો?

આપણે અહીં એક આવાજ બનાવ વિશે વાત કરવાની છે. કે જ્યાં ગ્રામજનો દ્વારા ગધેડી ની ગોદ ભરાઈ કરવામાં આવી છે. તો ચાલો આપણે આ ઘટના અંગે વિગતે માહિતી મેળવીએ. મળતી માહિતી અનુસાર આ ઘટના રાજકોટના ઉપલેટાના કોલકી ગામની છે કે જ્યાં હાલારી ગધેડીની સીમંત વિધિ યોજાઈ હતી.

ગધેડી ની ગોદ ભરાઈ માટે ગધેડીના શરીર પર રંગબેરંગી કલરથી પટ્ટા કરવામાં આવ્યા હતાં. ઉપરાંત ચુંદડી પણ પહેરાવવામાં આવી હતી. જો વાત કરીએ કે શા માટે હાલેરી ગધેડી ની ગોદ ભરાઈ કરવામાં આવી તે અંગે તો જણાવી દઈએ કે આ પ્રજાતિની સંખ્યા દિવસે ને દિવસે ઘટી રહી છે માટે તેના સંવર્ધન માટે આવા કાર્યક્રમ ની રચના કરવામાં આવી. જણાવી દઈએ કે આ કાર્યક્રમ ભુજ ની સહજીવન સંસ્થા દ્વારા યોજવામાં આવ્યો હતો.

જો વાત ગધેડી ની ગોદ ભરાઈ ના કાર્યક્રમ અંગે કરીએ તો જણાવી દઈએ કે કાર્યક્રમ માટે ગધેડીને શણગારવામાં આવી હતી અને મંડપો પણ બાંધવામાં આવ્યા હતા. જે બાદ અહીંની મહિલાઓએ સીમંત વિધિના રૂડા ગીતો ગાયા હતા. આ કાર્યક્રમ માં મોટી સંખ્યા માં મહિલાઓ અને પુરૂષો પણ જોડાયા હતા.

જે માં 33 જેટલી માદા ગધેડી ને કાર્યક્રમમાં સામેલ કરવામાં આવી હતી પરંતુ અહીં ચિંતા ની વાત એ છે કે હાલમાં આ આ પ્રજાતિ ની સંખ્યા માત્ર 439 રહી છે. માટે તેને બચાવવા અને ઉછેરવા માટે આવા કાર્યક્રમ કરવામાં આવ્યા જો વાત હાલેરી ગધેડીના મહત્વ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેના દૂધમાં ઘણા પ્રકારની ઔશધિના ગુણ છે.

અને તેની ગુણવતા પણ અન્ય ગધેડીના દૂધ કરતા સારી છે માટે જ તેના દૂધની કિંમત એક લિટરના 1000 રૂપિયા છે માટે જ તેના સંવર્ધનથી તેના દૂધનો ઉપયોગ ઔશધિ તરીકે કરી શકાય. આ આવી રીતે ગધેડીનો ગોદભરાઈ નો કાર્યક્રમ આખા ભારત માં પહેલી વખત કરવામાં આવ્યો હશે આ બાબત સહજીવન સંસ્થા ના પ્રોગ્રામ ડાયરેક્ટરે જણાવી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published.