લક્સરીયસ કારો ના નામ વાંચી વાંચી ને થાકી જશે એટલી મોંઘી આલીશાન કારો ધરાવે છે બચ્ચન સાહેબ, જુઓ ફોટા.
બોલીવુડના એક્ટર્સ અને એક જમાનાના સુપરસ્ટાર સદીના મહાનાયક એવા અમિતાભ બચ્ચન 11 ઓક્ટોબરના રોજ 80 વર્ષના થઈ ચૂક્યા છે. અમિતાભ બચ્ચનના જન્મદિવસ નિમિત્તે તેના ચાહકોએ ખૂબ જ શુભેચ્છાઓ પાઠવી હતી. અમિતાભ બચ્ચન એક જમાનાના ખૂબ જ મોટા સ્ટાર્સ હતા અને આજે પણ તેમને સૌ કોઈ લોકો ખૂબ જ માન અને સન્માન આપે છે. તેમનો આખું પરિવાર બોલીવુડમાં યોગદાન આપનાર પરિવાર છે.
અમિતાભ બચ્ચન હાલમાં ભારતના પ્રખ્યાત શો કોન બનેગા કરોડપતિના હોસ્ટ કરી રહ્યા છે. પરંતુ શું તમને ખબર છે અમિતાભ બચ્ચન ને માત્ર એક્ટિંગનો જ શોખ નથી પરંતુ આલીશાન, વૈભવી કાર ખરીદવાનો પણ એટલો જ શોખ છે. આજે અમે તમને જણાવીશું કે અમિતાભ બચ્ચન પાસે કઈ કઈ લક્ઝરીય કારો સામેલ છે.
અમિતાભ બચ્ચન પાસે mercedesl500, bmw x5, bmw સેવન સીરીઝ, mercedes s320 470 વગેરે જેવી લક્ઝરીયસ અને આલિશાન કારો સામેલ છે. આ બધી કારની વાત કરીએ તો ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક એવા વીધુ વિનોદ ચોપરા એ અમિતાભ બચ્ચનને રોલ્સ રોયલ્સ ફેન્ટમ કાર ભેટમાં આપી હતી. આ કારની કિંમત ચાર કરોડ થી શરૂ કરીને 8 કરોડ સુધીની છે.
બીજી કારની વાત કરીએ તો રેન્જ રોવર અમિતાભ બચ્ચન પાસે છે. આ રેન્જ રોવર v8 ડીઝલ એન્જિન સંચાલિત છે જેની કિંમત 49 લાખ રૂપિયા જેટલી થાય છે. આ ઉપરાંત તેમના પુત્ર અભિષેક બચ્ચને અમિતાભ બચ્ચનને બીની મીની કાર ભેટમાં આપી હતી. જેની કિંમત છે 26 લાખથી પણ વધારે છે. આ ઉપરાંત તેમની પાસે mercedes વી ક્લાસ એમ પી વી સામેલ છે અને તેની કાર કિંમત છે 68 લાખથી શરૂ કરીને 81 લાખ સુધીની જાણવા મળે છે.
આમ અમિતાભ બચ્ચન પાસે ખૂબ મોંઘી મોંઘી કારોનું કલેક્શન છે અને આજે તે અને તેમનો પરિવાર ખૂબ જ આલેશાન રીતે જીવન વ્યતીત કરે છે. તેના બંગલા પણ એકથી વધારે છે અને તેની કિંમત પણ કરોડો કરોડો રૂપિયાની છે. આમ આજે અમિતાભ બચ્ચનના ચાહકો આખા ભારતમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!