બાઘા ને મળી નવી બાવરી ! કોણ છે આ કલાકાર? શું છે સાચું નામ? પહેલા કરતી હતી આવું કામ જાણી ને તમે, જાણો વિગતે.
છેલ્લા 14 વર્ષથી ભારતવાસીઓને મનોરંજન પૂરી પાડતી ટીવી સીરીયલ એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. આ ટીવી સીરીયલ ના ઘણા સમયથી જૂના કલાકારો એ શો ને અલવિદા કહી દીધું છે. જુના કલાકારોને સ્થાને નવા કલાકારો શોમાં એન્ટ્રી લઈ રહ્યા છે. સિરિયલમાં આવતું બાઘા અને બાવરીનું પાત્ર કંઈક અલગ જ જોવા મળે છે. પરંતુ વર્ષ 2019 માં બાવરીનું પાત્ર ભજવતી કલાકાર મોનિકા ભદોરીયા કે જેણે સોને અલવિદા કહી દીધું હતું.
વર્ષ 2019 થી બાવરીનું પાત્રમાં જોવા મળતું ન હતું. એવામાં હવે સોના પ્રોડ્યુસર આશિત મોદીએ શો મા બાવરીની એન્ટ્રી કરાવી છે. એટલે કે શોમાં હવે નવી બાવરી જોવા મળશે જેનું નામ છે નવીના વાડેકર. નવીના વાડેકર ની વાત કરવામાં આવે તો તે મૂળ મહારાષ્ટ્રના થાણેની છે. તેણે બેચરલ બાદ ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સી તથા પ્રોડક્શન હાઉસમાં કામ કર્યું હતું. તેને ડાન્સિંગ અને એક્ટિંગ વર્કશોપ પણ કરેલા છે.
તે બાલાજી ટેલિફિમ્સ એપિસોડમાં રોલ કરતી હતી અને ટીવી સિરીયલો અને જાહેરાતોમાં કામ આપી ચૂકી છે. આ ઉપરાંત તેને ક્રાઇમ અલર્ટ માં રિદ્ધિમાનો રોલ પ્લે કર્યો હતો અને મરાઠી સીરીયલ તુમચી મુલગી કે કરતે માં કામ આપ્યું છે. બાવરીની એન્ટ્રી થતા આશિત કુમાર મોદીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે મારા દર્શકો મારા બોસ છે અને કહ્યું કે મને વિશ્વાસ છે કે બાવરીના રોલમાં નવીના ચાહકો ને ખૂબ પસંદ આવશે.
ચાહકોને વિનંતી કરીશ કે તેઓ નવી બાવરીને પોતાનો પ્રેમ આપે. આમ બાઘા ને નવી બાવરી મળી જતા શોમાં ચાર ચાંદ લાગી ગયા છે. શો માં અનેક કલાકારો શો ને છોડી રહ્યા છે તો નવા કલાકારો શો નો હિસ્સો બની રહ્યા છે. ઘણા સમય થી શો ના ચાહકો દયાબહેન ની રાહ જોઈ ને બેસેલ છે પણ હજુ સુધી દયાબહેન ની એન્ટ્રી પણ શો માં થયેલ જોવા મળી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!