આઘાતજનક ઘટના! યુવકે જાતેજ પોતાનો ફોટો સ્ટેટ્સમાં મૂકી લખ્યું RIP અને પછી ગાડીમાં જે થયું જાણીને ચોકી જાસો…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દેશ અને રાજ્યમાં એક પછી એક રોજ હત્યા અને આત્મ હત્યા અંગે અનેક બનાવો સામે આવે છે કે જ્યાં લોકો નાની નાની વાત માં ઉસ્કેરાય ને હત્યા જેવું ગંભીર પગલું ભરીલે છે તો ઘણી વખત વ્યક્તિ પોતાના અંગત આર્થીક અને ઘરકંકાસ તથા પ્રેમ પ્રકરણ ને લઈને પોતાનો જીવ ટૂંકાવે છે. દિવસે ને દિવસે જે રીતે હત્યા અને આત્મ હત્યાના બનાવો વધી રહ્યા છે તે સમાજ માટે ખરેખર ચિંતા સમાન છે. અને આવા બનાવો ઘટે તે માટે દરેક વ્યક્તિએ મહેનત કરવી જોઈએ.

ત્યારે હાલમાં ફરી એક વખત આવોજ બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક બેંક મેનેજર નો મૃત દેહ તેનીજ ગાડી માંથી મળી આવતા લોકોમાં હડકંપ મચી જવા પામ્યો હતો અને આ કિસ્સો જાણીને તમને પણ નવાઈ લાગશે. તો ચાલો આપણે આ ઘટના અંગે વધુ માહિતી મેળવીએ. મળતી માહિતી અનુસાર આ ઘટના રાજસ્થાન ના અલવાર ની છે કે જ્યાં એક ૩૫ વર્ષીય યુવકની લાશ મળી આવી છે.

જો વાત મૃતક અંગે કરીએ તો તેનું નામ પ્રદીપ રોહિલ્લા છે પ્રદીપ બેંક ઓફ બરોડામાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો તેવામાં એક દિવસ પોતે બાળકોની શાળાએ જાય છે તેમ કહી ઘરેથી નીકળ્યો જે બાદ થોડા સમય બાદ તેના જ નંબરથી એક સ્ટેટ્સ જોવા મળ્યું જેને જોઇને લોકો હેરાન રહી ગયા. કારણ કે ઘરેથી શાળાએ જવાનું કહીને નીકળેલા પ્રદીપે પોતાના સ્ટેટ્સ માં પોતાનોજ ફોટો મૂકી તેમ RIP એવું લખ્યું હતું.

જયારે લોકોએ આ સ્ટેટ્સ જોયું ત્યારે તેમણે પ્રદીપના ઘરે આ બાબત અંગે જાણ કરી જે બાદ પરિવાર તરફથી પ્રદીપને ઘણો સંપર્ક કરવાની કોશીસ કરવામાં આવી પરંતુ પ્રદીપ નો ફોન ના લાગતા પોલીસ પાસે મદદ માટે પરિવાર પહોચ્યો જે બાદ પોલીસે પ્રદીપ ને ચીકની રોડ પાસે લોકેશન મેળવ્યું. જયારે પોલીસ પરિવાર સાથે ત્યાં પહોચ્યા તો પ્રદીપની ગાડી પાસે ભીડ હતી.

જયારે ગાડીની અંદર જોવામાં આવ્યું તો પ્રદીપ ની લાશ જોતા પરિવાર પર જાણે દુખના વાદળો ફાટી ગયા જે બાદ મૃત દેહ ને તપાસ માટે મોકલવામાં આવ્યો જે બાદ મૃત્યુના કારણ અંગે માહિતી મળશે. પરંતુ પ્રાથમિક તપાસ માં પોલીસને આત્મ હત્યા અંગે દાવો કર્યો છે. જોકે પ્રદીપે શા માટે આત્મ હત્યા કરી તેના કારણ અંગે કોઈ માહિતી મળી નથી જોકે પોલીસ ઘટના અંગે તપાસ કરી રહી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.