ગુજરાત ના પાટણવાવ ગામ ના ઓસમ ના ડુંગર પર થી ધોધ પડતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા ! આ રહ્યા આહલાદક દ્રશ્યો…
ગુજરાત માં ચોમાસુ શરુ થઇ ચૂક્યું છે. ગુજરાત ના લોકો ને ગરમી માંથી છુટકારો પણ મળી રહ્યો છે. ચોમાસુ બેસતા ની સાથે જ ફરવાના શોખીન અનેક લોકો કુદરતી સૌંદર્ય ની મજા માણવા નીકળી પડે છે. ગુજરાત માં ઘણા બધા સ્થળો એવા છે . કે, જ્યાં ચોમાસા ની ઋતુ માં કુદરતી સૌંદર્ય સોળે કળા એ ખીલી ઉઠે છે.
રાજકોટ જિલ્લા ના ધોરાજી ના પાટણવાવ માં આવેલ ઓસમ ડુંગર પર પ્રકૃતિ સોળે કળા એ ખીલી ઉઠી છે. સૌરાષ્ટ્ર માં વરસાદ ધોધમાર વરસી રહ્યો છે. એવામાં ઠેર ઠેર કુદરતી સૌંદર્ય નો નજારો જોવા મળે છે. પાટણવાવ માં આવેલ ઓસમ ના ડુંગર માં ઓસમ ના ડુંગર પર થી વરસાદી પાણી નો સુંદર ધોધ વહી રહ્યો છે. આ ધોધ વહેતા ત્યાં સુંદર કુદરતી દ્રશ્યો સર્જાયા હતા.
ઓસમ ડુંગર પર થી વહેતા ધોધ ઉપરાંત ત્યાં ડુંગર પર સુંદર લીલીછમ હરિયાળી વનસ્પતિ ખીલી ઉઠી છે. લોકો આ દ્રશ્યો નિહાળવા ઠેર ઠેર થી આવી રહ્યા છે. ચોમાસા માં ડુંગર પર થી વરસાદ નું પાણી નીચે પડતા નયનરમ્ય દ્રશ્યો સર્જાય છે. આ ઉપરાંત ઓસમ ના ડુંગર પર સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવ નુ મંદિર પણ આવેલું છે. ત્યાં પ્રવાસીઓ ની ભારે ભીડ જામે છે.
ઓસમ ના ડુંગર ઉપર માત્રી માતાજી નું મંદિર, હિડંબાનો હીંચકો, સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવ મંદિર, તળાવ વગેરે નયનરમ્ય સ્થળો આવેલા છે. અહીં ભાદરવી અમાસ માં ભવ્ય લોકમેળો ભરાય છે. પ્રવાસીઓ અહીં કુદરતી સૌંદર્ય સાથે દર્શન નો લ્હાવો લે છે. લોકો આ સુંદર ધોધ ના ના દ્રશ્યો કેમેરા માં કેદ કરતા નજરે ચડે ચડે છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.