બોલીવુડના પ્રખ્યાત અભિનેતા અને એક સદીના મહાનાયક એટલે અમિતાભ બચ્ચન. અમિતાભ બચ્ચન અને તેનો પરિવાર આજે ખૂબ જ વૈભવી આલિશાન અને નામના મેળવતો પરિવાર છે. અમિતાભ બચ્ચનના પરિવારમાં દરેક સભ્યો બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા છે. તેની પત્ની જયા બચ્ચન, તેનો પુત્ર અભિષેક બચ્ચન, તેની પુત્ર વધુ ઐશ્વર્યા રાય બચ્ચન તમામ લોકો બોલીવુડ સાથે નામ ધરાવે છે અને તમામ બોલીવુડના પ્રખ્યાત એક્ટરો છે.
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેના પત્ની જયા બચ્ચનની વાત કરવામાં આવે તો જયા બચ્ચને એક વાતનો ખુલાસો કર્યો છે કે અમિતાભ બચ્ચનના લગ્ન કરતા અગાઉ એક શરત મૂકી હતી આ શરત શું છે તો ચાલો જાણીએ. અમિતાભ બચ્ચનના લગ્ન જયા બચ્ચન સાથે વર્ષ 1973 માં થયા હતા. જ્યારે જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન બંને લગ્ન વિશે વાત કરી રહ્યા હતા ત્યારે અમિતાભ બચ્ચનને જયા બચ્ચનને કહ્યું કે,
મારે એવી પત્ની જોઈએ જે નવ પાંચ કામ કરે તમારે કામ કરવું જોઈએ. પરંતુ દરરોજ નહીં તમારા પ્રોજેક્ટ કરો અને યોગ્ય લોકો સાથે કામ કરો એટલે કે અમિતાભ બચ્ચનને નવ પાંચ કામ કરે તેવી પત્ની જોઈતી હતી કે જે જયા બચ્ચન બોલીવુડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા જ હતા. આથી જયા બચ્ચને આ વાત સ્વીકારી લીધી અને શરત બાંધી તેની સાથે લગ્ન કર્યા હતા.
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના પ્રેમ સંબંધની શરૂઆત ફિલ્મ જંજીરથી થઈ હતી કે જેનું શૂટિંગ કોલકત્તામાં થયું હતું અને બંનેએ ફિલ્મમાં સુપરહિટ થવા બાદ તેના મુવીના સ્ટાફ સાથે રજાઓ માણવાનું નક્કી કર્યું હતું અને બંનેએ વર્ષ 1973 ના ઓક્ટોબર મહિનામાં જ લગ્ન કરી દીધા હતા. અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના લગ્ન બાદ પુત્રી શ્વેતા બચ્ચનનો જન્મ થયો અને ત્યારબાદ 1976ના વર્ષમાં અભિષેક બચ્ચન તેમના જીવનમાં આવ્યો. આમ અમિતાભ બચ્ચન અને જ્યા બચ્ચન લવ સ્ટોરી જોવા મળે છે. આજે પણ અમિતાભ બચ્ચન બોલીવુડમાં પોતાનું નાનું મોટું યોગદાન આપતા રહે છે અને ભારતના પ્રખ્યાત શો કોન બનેગા કરોડપતિ શો ને હોસ્ટ કરતાં જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!