MP- ક્લાર્ક ના ઘરે રેડ પડતા કરોડો ની બેનામી સંપત્તિ આવી બહાર. બાદ ક્લાર્કે જે પગલું ભર્યું તે જાણી પગ નીચે થી જમીન સરકી જશે.

હાલમાં આખા ભારતમાં ઈડી દ્વારા ઠેર ઠેર અનેક રેડ પાડવામાં આવી રહી છે. એવામાં આખા ભારતમાં અનેક એવી જગ્યાએથી ઈડીની રેડમાં કરોડો ની બેનામી સંપત્તિ બહાર આવી રહી છે. થોડા સમય પહેલા પાર્થ ચેટરજી નામના નેતાને નજીકના સંબંધીના ઘરેથી ઈડીને કરોડોની સંપત્તિ મળી આવી હતી. ઘણી ઘટના એવી સામે આવે છે કે ઇડી ની રેડમાં મળી આવતી રોકડોને ગણવામાં અનેક મશીનમાં મંગાવવામાં આવી રહ્યા છે.

ફરી જ એક એવી ઘટના સામે આવી છે. વધુ વિગતે જાણીએ તો મધ્યપ્રદેશના ભોપાલમાં બુધવારે મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ક્લાર્ક ના ઘરે ઇકોનોમિક offence વિંગે એ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં ક્લાર્ક હીરો કેસવાની નામના વ્યક્તિના ઘરેથી કરોડોની સંપત્તિ જપ્ત કરવામાં આવે છે. આ રેડમાં ક્લાર્ક ના સંપત્તિનો આંકડાનો અંદાજ ચાર કરોડથી પણ વધારે લગાવવામાં આવી રહ્યો છે. ક્લાર્ક હીરો કેસવાની ના ઘરે જ્યારે રેડ પાડવામાં આવી ત્યારે હીરો કેસવાની નામના ક્લાર્ક કે ઝેર ખાઈ લીધું હતું.

ત્યારબાદ તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જાણવા મળ્યું કે હવે તેની તબિયત સ્વસ્થ છે. હીરો કેસવાની વિશે જાણીએ તો તે ભોપાલમાં આયુષ્યમાન ભારત યોજના તથા સ્વશાસી સંસ્થા સેકશનમાં કામ કરી રહ્યા હતા. માત્ર 4000 રૂપિયાની નોકરીથી તેને પોતાની નોકરી શરૂ કરી હતી. ત્યારબાદ પગાર પંચમાં વધારો થવાથી તેને હાલમાં 50,000 જેટલું વેતન મળી રહ્યું હતું. જાણવા મળ્યું કે તેની બે નામી સંપત્તિ તેની પત્નીના નામ પર હતી. 3 કાર, 1 સ્કૂટર, બેરાગઢ વિસ્તારમાં રૂપિયા 1.5 કરોડના મકાન અત્યાર સુધીમાં સંપત્તિ માં છે.

બીજી તરફ જબલપુર નગર નિગમમાં આસિસ્ટન્ટ એન્જિનિયર નું નોકરી કરતા આદિત્ય શુક્લા ના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં દરોડા પાડતા તેમની પ્રોપર્ટી આવક કરતા 203% વધારે હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે ઇકોનોમિક offence વિંગ ના એસપી દેવેન્દ્રસિંહ બધી વિગતો રજૂ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published.