વેસ્ટ માંથી બેસ્ટ ! માત્ર આટલી નકામી વસ્તુથી ઘરે જ બનાવો સસ્તામાં ચૂલો જાણો કઈ રીતે…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે માનવી ની જરૂરિયાત ઘણી વિપુલ પ્રમાણમાં છે. તેની એક ફરમાઈશ પૂરી થાય ત્યાં બીજી આવી ને ઉભી રહી જાય છે. તેવામાં ઘણી વખત માનવી પોતાની આવી જ જરૂરિયાત સંતોષવા માટે અનેક વસ્તુઓ જાતે બનાવે છે. જેના માટે તે અમુક નકામી વસ્તુઓ નો ઉપયોગ કરે છે. નકામી વસ્તુઓ માથી ઉપયોગી વસ્તુનુ નિર્માણ કરવું એક કળા છે.
એટલે કે વેસ્ટ માંથી બેસ્ટ બનાવે છે. જેને આપણે દેશી ભાષામાં જુગાડ કહીયે છીએ. મિત્રો આજે આપણે એક એવા જ જુગાડ વિશે વાત કરવાની છે કે જેની મદદથી આપણે ઘરની અમુક નકામી વસ્તુઓનો ઉપયોગ કરીને સસ્તામાં ચૂલો બનાવી શકીએ છિએ તો ચાલો આ જુગાડ વિશે માહિતી મેળવીએ.
જો વાત ચૂલો બનાવ્વા માટે જરૂરી વસ્તુઓ અંગે તો જણાવી દઈએ લે આ માટે એક ખાલી ડબ્બો અને કાપવા માટે કરવતની જરૂર પડશે. ઉપરાંત સિમેન્ટ અને રેતી, ફોર્મના ટુકડા સાથો સાથ પાણી, નાની પાઇપ અને પ્લાસ્ટિકની ડોલની પણ જરૂર પડશે.
આટલી વસ્તુઓ મેળવી લીધા બાદ આ ડબ્બાના એક ભાગને 15 સેમી લંબાઈ અને 5 સેમી પહોળાઈમાં કાપવો પડશે, જે બોક્સનો આકાર બનાવશે. જે બાદ ડબ્બાના તળિયે પણ એક 15 સેમી લંબાઈ અને 13 સેમી પહોળાઇ વાળું કટ કરવું. આમ આ ડબ્બાના એક ભાગમાં બે ચોરસ આકારના બોક્સ તૈયાર કરવામાં આવશે, જે બળતણ તરીકે લાકડાઓ ને ચૂલામાં નાખવામાં મદદરૂપ સાબિત થશે.
આ પછી લાકડા માટે ડબ્બામાં જે કટ કરવામાં આવ્યુ છે તેની વિરુદ્ધ દિશામાં બીજી બાજુથી એક ગોળાકાર રીતે ડબ્બાને કાપવુ કે જેથી આ ગોળાકાર ભાગની અંદર પાઇપ દાખલ કરી શકાય. આમ ડબ્બાની બંને બાજુએ હોલ કર્યા બાદ તેના ઉપરના ભાગને કાપી નાખો, જેથી બોક્સનું મોં ખુલી જશે. આ પછી, ડબ્બાને સીધા ઉભા કરો, અને પાણીની મદદથી, સિમેન્ટ અને રેતીથી એક લેપ તૈયાર કરો.
હવે આ લેપ ને ડબ્બાના તળિયે લગાવો અને કરેલ હોલ ને સુરક્ષિત રાખવા માટે સમાન કદના ફોર્મ ટુકડાઓ કાપો અને તેની મદદથી પહેલું હોલ બંધ કરો. જે બાદ તે ફોર્મ પીસ પર જાળી મૂકો અને તેની આસપાસ સિમેન્ટ નો આ લેપ લગાવો, આટલું થઈ ગયા પછી ફોર્મ પીસ સાથે બીજા કટને બંધ કરો અને પછી તેના પર સિમેન્ટ લેપ લગાવો.
હવે આ ડબ્બામાંની અંદર એક નાની ડોલ મૂકો અને તેની ફરતે સિમેન્ટનું લેપ લગાવો, આ લેપ થોડું સુકાઈ જાય, પછી આ ડોલને ડબ્બામાંથી બહાર કાઢો. જે બાદ ડોલના કારણે તૈયાર થયેલ છિદ્રમાં થોડી માટી ભરો અને તેની ઉપર ફરીથી ડોલને મૂકી દો, જે પછી ડબ્બાના અન્ય ભાગો પર પણ સિમેન્ટ ના દ્રાવણ થી ભરો.
આટલી પ્રક્રિયા પૂર્ણ થયા પછી એક પાઇપને આ ડબ્બાના પાછળના ભાગમાં પડેલા ગોળ હોલમાં મૂકો અને તેને બંધ કરો, જેના કારણે પાઇપ ભીના સિમેન્ટ સાથે ચોંટી જાય જે બાદ ડબ્બાને તડકામાં સુકાવા માટે રાખો અને પછી ફીટ કરેલી ડોલ, ફોર્મના ટુકડાઓ એક પછી એક બહાર કાઢો. આમ તમારો નવો ચૂલો તૈયાર થઈ જશે.
જો વાત આ ચૂલાના વપરાશ અંગે કરીએ તો આ ડબ્બાના મોંટા હોલમાં બળતણ માટે લાકડું મૂકો જે બાદ તેની રાખ નીચે આપેલા બોક્સમાં પડશે. વધુ માહિતી માટે જુઓ આ વિડીયો.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.