રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેન ને છે નરેન્દ્ર મોદી પાસે થી મોટી આશા…યુક્રેન ના રાજદૂતે કહ્યું કે…
હાલ માં આખા વિશ્વ માટે જો કોઈ મહત્વ પૂર્ણ સમાચાર હોય તો તે છે રશિયા-યુક્રેન યુદ્ધ. રશિયા યુક્રેન યુદ્ધ છેલા 3 મહિનાથી પણ ઉપર સમય વીતી ગયા હોવા છતાં પણ બન્ને વચ્ચે યુદ્ધ બંધ થવાનું નામ જ લેતું નથી. આ યુદ્ધ થી આખા વિશ્વ માં ખુબ જ ગંભીર અસર પડી છે. આખા વિશ્વ માં ક્રૂડ ના ભાવ ખુબ જ વધી ગયા છે. ક્રૂડ ના ભાવ વધવાને કારણે ભારત સહિત આખા વિશ્વ માં પેટ્રોલ, ડીઝલ ના ભાવો આસમાન ને આંબી ગયેલા છે.
રશિયાના રાષ્ટ્રપતિ એ યુદ્ધ ની જાહેરાત કર્યા બાદ આખા યુક્રેન પર તાબડતોડ હુમલાઓ રશિયા ના સૈનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ યુદ્ધ ની શરૂઆત થતા જ યુક્રેન માં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ નું ભારત માં પરત લાવવા એક મોટું ઓપરેશન ચલાવવામાં આવ્યુ હતું. અને 20 હજાર થી પણ વધુ લોકો ને ભારત પાછા લાવવામાં આવ્યા હતા.
યુક્રેન ની રાજધાની કિવ સહિત આખા યુક્રેન પર રશિયા દ્વારા મોટો મોટી મિસાઇલો દાગવામાં આવી રહી છે. રશિયા દ્વારા યુક્રેન ની રાજધાની માં ક્રુઝ મિસાઈલ, બેલેસ્ટિક મિસાઇલો વડે ખુબ જ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. સામે યુક્રેન ના રાષ્ટ્રપતિ એ પણ સ્પષ્ટ કહી દીધું કે તે રશિયા ના હુમલાઓ થી જરા પણ ડરવાના નથી અને વળતો જવાબ પણ આપી રહ્યા છે. આ યુદ્ધ માં યુક્રેન ના નાગરિકો પણ ભોગ બની રહ્યા છે.
એવામાં યુક્રેન ના રાજદૂત ઇગોર પોલીખાએ નરેન્દ્ર મોદી પાસે મદદ માંગી છે. તેમને કહ્યું કે આ યુદ્ધ માં યુક્રેન ના નાગરિકો ભોગ બની રહ્યા છે. અને રશિયા હુમલાઓ રોકવાનું નામ નથી લેતું. યુક્રેન ના રાજદૂત એ કહ્યું કે ભારત અને રશિયા વચ્ચે ખાસ મિત્રતા છે. જો નરેન્દ્ર મોદી રશિયા ની સાથે વાત કરશો તો રશિયાના રાષ્ટ્રપતિ મોદી ની વાત જરૂર થી સાંભળશો. મોદી નું વિશ્વ સ્તરે ખુબ જ માન છે.